ગુજરાતમાં લોકસભા ચુંટણી પૂવે ભાજપને યાદ આવ્યા ગરીબો, ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ

0
1146
Poor Remember By Bjp Before Loksabha Election Start Garib Kalyan Mela In Gujarat

ગુજરાતમાં લોકસભા ચુંટણીની તૈયારીઓ ભાજપ અલગ રીતે શરુ કરી છે. જેમાં ભાજપે સમાજના અલગ અલગ વર્ગને ખુશ કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા હવે ગરીબોને રીઝ્વવા માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી છે. જેની શરૂઆત સરકારે પોરબંદરથી જીલ્લામાંથી કરી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ૧૧ મી કડીનો ગાંધી જન્મભૂમિ પોરબંદરથી પ્રારંભ કરાવતા જાહેર કર્યુ કે, ગરીબો-દરીદ્રનારાયણોની આર્થિક ઉન્નતિ અને કલ્યાણ માટે આ સરકાર સદૈવ સંકલ્પબદ્ધ છે અને રહેવાની છે. આ સંદર્ભમાં તેમણે મહાત્મા ગાંધીના અંત્યોદય-દરીદ્રનારાયણના વિકાસથી જ સાચુ સ્વરાજ્ય અને સુરાજ્ય સ્થાપી શકાય તેવી નેમને સાકાર કરવાની દિશા આ સરકારે ગરીબ કલ્યાણ મેળાના સેવા યજ્ઞથી બતાવી છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતુ.

મુખ્ય મંત્રીએ વિજયભાઇ રૂપાણીએ આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકશન મેળવેલી ૨ લાખ જેટલી બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના ૫ લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે તેમ પણ જાહેર કર્યુ હતું.

આ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લામાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓને ૨૩૦૭ કરોડના સાધન સહાય લાભનો આ સેવા યજ્ઞ અંતર્ગત વિતરણ થવાનું છે.

મુખ્યમંત્રીએ અંત્યોદય દરીદ્રનારાયણના ઉત્થાન માટે સદૈવ પ્રતિબદ્ધ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના આંગણે આ મેળા અંતર્ગત ૩૪૧૪ લાભાર્થીઓને રૂ.૧.૬૧ કરોડની સહાય અર્પણ કરી હતી. વર્ષ દરમિયાન કુલ ૧૫,૪૬૭ લાભાર્થીઓને રૂ.૧૧.૧૨ કરોડની સહાય ગરીબ કલ્યાણ પૂર્વે વિતરણ થઇ ગઇ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY