વાંચો … ગુજરાતમાં રેશમા પટેલને એક જ વર્ષમાં કેમ થયો ભાજપથી મોહભંગ..

0
3989
Climbdown Start for BJP in Gujarat Reshama Patel Write Letter To CM Rupani

ગુજરાતમાં લોકસભા ચુંટણીને લઈને રાજકીય ઉથલપાથલ અને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ચુક્યો છે. તેવા સમયે એક વર્ષ પૂર્વે પાટીદાર અનામત આંદોલન જયારે તેની ચરમસીમા પર હતું ત્યારે હાર્દિક પટેલનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા પાસના પૂર્વ કન્વીનર રેશમા પટેલનો પણ ભાજપથી મોહભંગ થઈ રહ્યો છે. જે અંતર્ગત રેશમા પટેલે સીએમ રૂપાણીને ખુલ્લો પત્ર લખીને ગર્ભિત ચીમકી આપી છે. જેના પગલે આગામી દિવસો ભાજપ માટે મુશ્કેલીભર્યા બની રહે તેવી શકયતા છે.

રેશમા પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. પત્રમાં રેશ્મા પટેલે લખ્યું છે કે ત્રણ વર્ષ પહેલા પાટીદાર આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદાર યુવકોનાં પરિવારજનોને હજુ સુધી નોકરી મળી નથી.ભાજપ પાટીદાર સમાજની માંગણી પૂરી કરશે તેવી માંગણી સાથે રેશ્મા પટેલ પક્ષમાં જોડાયા હતા. પરંતુ ભાજપે જે તે સમયે રેશ્મા પટેલને જે વચનો આપ્યો હતા તે પૂરા થયા નથી. રેશ્મા પટેલની ભાજપથી નારાજગી બાદ ભાજપના મોવડી મંડળમાં આ પત્ર ચર્ચાનો વિષય બન્યો છે.

રેશમા પટેલે લખેલો પત્ર અક્ષરસ આ મુજબ છે..

આદરીય મુખ્યમંત્રી સાહેબ,

૨૧ મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ હું ભાજપ સાથે જોડાઈ હતી. આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. હું સરકારનું ધ્યાન દોરવા માગું છું કે જે તે સમયે હું અમુક શરતો સાથે ભાજપમાં જોડાઈ હતી. પાટીદારના શહીદ યુવકોના પરિવારજનોને નોકરી આપવાની મહત્વની માંગ આજ દિવસ સુધી પૂરી કરવામાં નથી આવી. આ વાતને હું મારી ફરજ સમજીને સરકાર સમક્ષ મૂકી રહી છું. સાથે જ વિનંતી કરું છું કે સરકાર આ માંગણીને પૂરી કરે.”

“જ્યારે પણ સમય મળ્યો ત્યારે હું નેતાગણ સામે મારા સમાજની આ માંગણી પૂરી કરવાની દરખાસ્ત મૂકતી રહી છું, પરંતુ ખૂબ દુઃખની લાગણી સાથે મારે લખવું પડે છે કે અત્યાર સુધી ફક્ત એક શહીદ પરિવારને નોકરી મળી છે. અન્ય પરિવારો નોકરીથી વંચિત છે. શહીદ પરિવારને નોકરી આપવા માટે એક વર્ષનો સમય પૂરતો છે. એક વર્ષમાં તમામ પરિવારને નોકરી મળવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈતી હતી. હું સરકારને વિનંતી કરું છું કે આ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે. જેના કારણે હકદાર લાભાર્થીને નોકરીનો લાભ થશે.

જય હિન્દ.”

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY