પાટીદાર અનામત મુદ્દે કોંગ્રેસ અને હાર્દિક પટેલ પર રેશમા પટેલે મુકયા આ ગંભીર આક્ષેપ

0
3081
Reshma Patel Make Serious Allegation On Hardik Patel And Congress On Patidar Anamant Issue

ગુજરાતમાં પાટીદાર અનામત અંગે ભાજપના સભ્ય અને પાસના પૂર્વ કન્વીનર રેશમા પટેલે પાટીદાર અનામત અંગે હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં રેશમા પટેલે કહ્યું છે કે કૉંગ્રેસ પાટીદારોને OBC માં અનામત માટે ની સહમતી આપવામાં પણ ડરે છે તો એની સરકાર હોત અને આ OBC અનામત આપે એ વાત નો વિશ્વાસ હું ના કરી શકું.અને સહમતી પત્ર આપવામાં કોંગ્રેસ ની સરકાર હોવી જરૂરી નથી. જીતુભાઇ વાઘાણી એ વિધાનસભામાં પૂછેલા OBC માટે ના સવાલ નો જવાબ આપવા ને બદલે હોબાળો કરવાનું કૃત્ય સાબિત કરે છે કે OBC ના નામ પર કૉંગ્રેસ અને હાર્દિક બન્ને પાટીદાર સમાજ જોડે મજાક કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતમાં પાટીદાર અનામત અંગે હાર્દિક પટેલને સમર્થન કરી રહેલી કોંગ્રેસને પાટીદાર અગ્રણી રેશમા પટેલે પડકાર ફેંક્યો હતો. રેશમા પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પાટીદારોને અનામત અંગે સમર્થનની લેખિતમાં ખાતરી આપે. તેમજ કોંગ્રેસ પક્ષ પાસે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવા અંગે જે ફોર્મ્યુલા છે તે જનતા અને સરકાર સમક્ષ જાહેર કરવી જોઈએ.

ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એક પત્ર લખ્યો છે.તેમણે પત્ર લખીને પાટીદારોને અનામત અંગે સમર્થન કરવા અંગેની લેખિતમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

આ ઉપરાંત રેશમા પટેલે પત્રના સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતની ચૂંટણી પહેલા તે પણ પાસમાંમાં કાર્યરત હતી. પરંતુ ચૂંટણી સમયે હાર્દિક પટેલનો ઝૂકાવ કોંગ્રેસ તરફ વધી જતાં તે ભાજપમાં જોડાઈ હતી. ચૂંટણી સમયે કોંગ્રેસે પાટીદારોને ઓબીસીમાં સમાવવામાં આવશે તેવી કોઈ લેખિતમાં ખાતરી આપી ન હતી. પાસમાં હતી ત્યારે પણ મારો ઉદેશ પાટીદાર સમાજને અનામત મળે તે હતો અને આજે પણ એ જ છે.

રેશમાં પટેલે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ તરફથી નીચેની બાબતે સ્પષ્ટ કરવામાં આવે.

1) કોંગ્રેસ પક્ષ લેખિતમાં જાહેર કરે કે પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળવું જોઈએ. આ વાત સાથે કોંગ્રેસ સંપૂર્ણ રીતે સહમત છે.

2) કોંગ્રેસ પક્ષ પાસે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવા અંગે જે ફોર્મ્યુલા છે તે જનતા અને સરકાર સમક્ષ જાહેર કરે.

3) પાટીદારોને અનામત મળે તે માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પ્રાઇવેટ મેમ્બર બીલ પ્રસ્તાવ રજૂ કરે. આવો પ્રસ્તાવ મૂકી દીધો હોય તો જનતા સમક્ષ જાહેર કરે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY