શંકરસિંહ વાઘેલાએ મુકયો ભાજપ પર આ મોટો આક્ષેપ

0
4253
Bjp Is Conspiracy Centre Party lured to grab everything Allage Sankarsinh Vaghela

ગુજરાતમાં રાજપુત સંગઠન દ્વારા શંકરસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને લખેલા પત્ર બાદ પીએમ મોદીએ રજવાડા માટે મ્યુઝીયમ બનાવવાની જાહેરાત કરી હતી. જેના પગલે આ સંગઠનોએ તેમનું સન્માન કર્યું હતું. જો આ પ્રસંગે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ સંમલેનમાં બોલતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મારા પચાસ વર્ષના જાહેર જીવનમાં ૨૫ વર્ષ ભાજપમાં રહ્યો છું. ભાજપ કાવતરાખોર પાર્ટી છે, સત્તા મળે તો બધુ હડપ કરવાની લાલચ છે. પાર્ટી ટુ પાર્ટી મેચ ફિક્સિંગ થાય એ અહીં દુખ આપે છે. હદયમાં દુખ આપે છે. તમે ભાજપમાં હોવ તો ભાજપમાં રહો કોંગ્રેસમાં રહો તો કોંગ્રેસમાં જ રહો… ન ફાવે તો પાર્ટી છોડી દો. મુખ્યમંત્રી તરીકે અને કેન્દ્રીય મંત્રી એમ 6 વર્ષ જાહેર પ્રજા માટે જીવ્યો છું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે એક પણ રૂપિયો લીધો નથી. જો લીધા હોય તો પાર્ટી માટે જ લીધું છે. ગુજરાત અઢી લાખ કરોડ ના દેવામાં આવી ગયું છે. પાપ છુપાવવા સીબીઆઈનો આશરો લેવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં ખોટા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે.

શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનનું નામ લીધા વિના તેમને આડે લીધા હતા. આ રાજ્યને સરકારની જરૂર નથી. સી.બી.આઈ નું પાપ પી.ઓ.એમ પર આવ્યું છે. ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે. આ વિકાસશીલ રાજ્ય છે. ૨૦૦૨થી આ રાજ્યને દશા બેઠી છે. ગુજરાતમાં આપધાતની પદ્ધતિ ન હતી. હમણાં સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં ૧૨ લોકોએ આપઘાત કર્યો. ખેડૂત મગફળીમાં માટી ભેળવે નહી. સહકારી માળખાને ન તોડો. આ ડેરી વ્યક્તિગત માલિકી નથી સહકારી છે. તેને દૂધ ઉત્પાદકને પૈસા આપવાના જે ભાવ ફરક હોય તે આપો.

ખેડૂતની વાડી લીલી કરવી હોય તો પાણી એમના ખેતરમાં આપો, કરકસર ન કરો. ખેડૂતોના પડખે જરૂર પડે હું કચ્છ જઇએ. પાણી નહીં આપે કેનાલ તોડવા પણ પ્રયાસ કરીશ. સૌથી વધુ દુખી ટ્રાયબલ પટ્ટીના લોકો છે. આજે હું તમને જાહેર કહું છું ૧૨ મહિનામાં ૫ લાખ લોકોને રોજગારી આપવી એ ડાબા હાથનું કામ છે. તમારી નોકરી આપવાની દાનત નથી, દાનત હોય તો ઇચ્છાશક્તિ નથી અને તે પણ ન હોય તો તમારી સમજણ નથી. એવામાં બેકારોનો કોઇએ તો પક્ષ લેવો પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY