‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ મલ્ટી નેશનલ કંપનીઓને આદિવાસી વિસ્તારો પગપેસારાનું કાવતરુ : આનંદ ચૌધરી

0
2251
Statue Of Unity Conspiracy To Enter Multinational Company In Tribal Belt Allage MLA Anand Chaudhry

ગુજરાત ની અને દેશ ની જનતા ના ટેક્સ ના રૂપિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે વાપર્યા એના કરતાં ગુજરાત ના આદિવાસી વિસ્તાર ના પટ્ટા અંબાજી થી ઉમરગામ સુધી વિકાસ કરવા વાપર્યા હોત તો અંબાજી થી ઉમરગામ સુધી નો વિસ્તાર નંદનવન થઈ ગયો હોય આ વિસ્તાર ને વર્ષો સુધી કોઈ તકલીફ ના હોત ત્યાંની જનતા આદિવાસી સમાજ એટલો સમૃદ્ધ થયો હોત કે આદિવાસી સમાજ ના ટેક્સ ના રૂપિયા થી ગુજરાત સરકાર ની તિજોરી છલકાઈ જાત પણ આ તો ભાજપ સરકાર ની નીતિ રીતિ માં આવી વાત આવે જ નહિ.

જે મલ્ટી નેશનલ કંપની ઓ ગુજરાત સરકાર અને સરદાર પટેલ સાહેબ ના નામે આદિવાસી ઓ ના હક ની જંગલો ની જમીનો ને હડપી જસે અને આદિવાસીઓ ને ખતમ કરશે તેથી જ નરેન્દ્ર મોદીએ તેમને આમંત્રણ પાઠવ્યું હતું. આવો ખતરો જોતા ગુજરાત ના 17 કોંગ્રેસ ના ધારાસભ્યોનું કહેવું છે કે ગુજરાતના બધા જ આદિવાસી ધારાસભ્યો રાજકારણ ને બાજુ પર મૂકી આદિવાસી સમાજ ને અન્યાય થતો અટકાવી દે. આ માટે તેમને પત્રો પણ લખવાના છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલ નું કહેવું છે કે સરદાર પટેલ સાહેબ દેશ ના નેતા હતા તેમના નામે રાજકારણ ના હોય. જેમને દેશ ને અખંડ ભારત બનાવવા માટે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ધારાસભ્ય આનંદ ચૌધરી નું કહેવું છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટી એ મલ્ટી નેશનલ કંપની ઓ ને આદિવાસી વિસ્તારો માં ઘુસાડવા માટે નું એક કાવતરું જ છે અને સાચી વાસ્તવિકતા એ છે કે નર્મદા જિલ્લા ના આદિવાસી ઓ જ નર્મદા નદી ના પાણી થી વંચિત છે.

આદિવાસી વિસ્તારો માં આદિવાસી ને ખાણ અને ખનીજ લીઝ પર અપાતી નથી બિર્સા મુંડા યુનિવર્સિટી માં આદિવાસી સમાજ ની વ્યક્તિ ની ભરતી ના થાય તેવા નિયમો બનાવ્યા છે આદિવાસી સમાજ નો વિકાસ થયો નથી. હાલ માં નર્મદા ડેમ માં 127 મીટર પાણી છે તો પણ નર્મદા ના પાણી ના અભાવે ડાંગર. કપાસ. એરંડા નો પાક સુકાયો છે અને જ્યારે સુરેન્દ્ર નગર. સાણંદ. પાટણ. બનાસકાંઠા ના ખેડૂતો પાણી આપો ના નારા લગાવતા હતા ત્યારે સરકારે પાણી ના આપ્યું અને હવે સ્ટેચ્યુ ઑફ યુનિટી ની સુંદરતા વધારવા માટે ગુજરાત સરકાર પાણી છોડી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY