Hardik Patel સાથે આમરણાંત ઉપવાસમાં ભાજપના આ નેતાઓ જોડાય તેવી અટકળો

0
5437
This Bjp Leader Will Join In Hardik Patel Fast Speculation On Pick

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel સાથે આમરણાંત ઉપવાસમાં વિધાનસભા ચુંટણી પૂર્વે પાસ છોડીને ભાજપમાં જોડાયેલા પાટીદાર અગ્રણી રેશમા પટેલ, વરુણ પટેલને ચિરાગ પટેલ ફરી એકવાર હાર્દિક સાથે જોડાય તે બાબતે જોર પકડ્યું છે.ગુજરાતમાં ઓબીસી અનામતની માંગ સાથે ૨૫ ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ બેસવાની હાર્દિક પટેલે જાહેરાત કરી છે. તેમજ કહ્યું કે તે સમાજની આ લડાઈમાં સમાજના તમામ લોકોનો સાથ પણ ઈચ્છે છે, જેના પગલે એક સમયે પાટીદાર હિતમાં ભાજપમાં જોડાનારા પાટીદાર નેતા ફરી એકવાર હાર્દિક પટેલ સાથે જોડાશે તેવી વાતો વહેતી થઈ છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેશમા પટેલે કહ્યું છે કે મારી માટે સમાજ મહત્વનો છે. તેની માટે હું સરકાર સામે પણ લડી શકું છું.પરંતુ તેની માટે હાર્દિક પટેલે અનામતની શું ફોર્મ્યુલા હોય તે પહેલા જાહેર કરે. આ ઉપરાંત ચિરાગ પટેલે પણ જણાવ્યું છે કે હાર્દિક સમાજ સાથે કપટ ના કરે અને ફોર્મ્યુલા આપે તો આંદોલનમાં જોડાવવા માટે તૈયાર છું, જયારે વરુણ પટેલએ કહ્યું છે કે પાટીદાર સમાજના હિત માટે કામ કરશે તો ચોક્કસ પણે તેમની સાથે જોડાવવામાં કોઈ વાંધો નથી.

જો કે હાર્દિક પટેલ સાથે તેના જુના સાથીઓ પણ ઉપવાસમાં જોડાશે તેવા અહેવાલોના પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર ઉપવાસ આંદોલન શરૂ થયા બાદ જ સામે આવશે.

જો કે આ દરમ્યાન હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ માટેની તૈયારીઓ આરંભી દીધી છે. જેના આયોજનના ભાગરૂપે હાલમાં આંદોલન સાથે જોડાયેલા લોકો સાથે હાર્દિક પટેલ અલગ અલગ રીતે મીટીગ કરી રહ્યા છે.જેમાં ગુજરાતમાં વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આયોજનના ભાગરૂપે પાસના તમામ જીલ્લા અને તાલુકા કન્વીનર,સહ કન્વીનર અને મુખ્ય આંદોલનકારીઓની બેઠક ૫ ઓગસ્ટના રોજ હાર્દિક પટેલની નિવાસ સ્થાને રાખવામાં આવી છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel ૨૫ ઓગસ્ટથી ઓબીસી અનામત માંગને લઈને આમરણાંત ઉપવાસ પર બેસવાના છે. જેના પગલે તેને લગતી તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં પણ સોશિયલ મીડિયા આ સમગ્ર ઉપવાસ દરમ્યાન અગત્યનો ભાગ ભજવશે. ભાજપ અને અન્ય વિરોધીઓ દ્વારા આ આંદોલનને તોડવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરવામાં આવે તેવી દહેશત છે.

તેથી આ આમરણાંત ઉપવાસ અંગે સોશિયલ મીડિયા પર ખોટી અફવાહ ના ફેલાય અને લોકોને જાગુત કરવાના આશયથી હાર્દિક પટેલના નિવાસસ્થાને અમદાવાદના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા યુવા આંદોલનકારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૫ ઓગસ્ટે યોજાનાર વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ ને લઇને તમામ લોકો ખૂબ ઉત્સાહમાં છે .ત્યારે ભાજપ દ્વારા ફેલાવવામાં આવતી અફવાહો આખી ટીમ સત્યના માર્ગે ચાલીને લોકોને જાગૃત કરીને ખાળવાનો પ્રયાસ કરશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel ની આગેવાનીમાં આગામી ૨૫ ઓગસ્ટથી શરૂ થનારા આમરણાંત ઉપવાસના આયોજનમાં અમદાવાદમાં પાસના કાર્યકરોની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજના અગ્રણી લોકો અને યુવા આંદોલનકારી પોતાના વિચારો મુક્યા હતા. આ બેઠક પછી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ અનામત માટે છેલ્લી લડાઈ છે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ ૭ થી ૮ તાલુકાના લોકો આવશે. જયારે ચોથા અને પાંચમા દિવસે ૧૦ હજાર લોકો આવશે.આ ઉપરાંત આ ઉપવાસ માટે પોલીસ પાસેથી મંજુરી માંગવામાં આવશે. પરંતુ જો મંજુરી આપવામાં નહી આવે તો અદાલતમાં જઈને મંજુરી માંગવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY