વાયબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯નું આજે પીએમ મોદીના હસ્તે ઉદઘાટન, ૧૫ દેશો ભાગીદાર બન્યા

0
300
Vibrant Gujarat Global Summit 2019 Begin Today PM Modi Inaugurates Summit

ગુજરાતમાં આજથી વાયબ્રન્ટ ગુજરાત સમીટ – ૨૦૧૯ ના નવમા સંસ્કરણનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની નવમી શૃંખલા સંદર્ભે વિશેષ માહિતી આપતાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું હતું કે ‘શેપીંગ અ ન્યુ ઇન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાન મોદીના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે.

વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની રહેલી ગુજરાત સરકારની ફ્લેગશીપ ઈવેન્ટ એવી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની નવમી શૃંખલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગાઉ વર્ષ ૨૦૧૭ માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટને વૈશ્વિક સ્તરે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આ વર્ષે યોજાનાર સમિટ સહુ કોઈની નજર મંડાયેલી છે કે, સમિટમાં કયા દેશોના પ્રતિનિધિઓ, ઉધોગ સાહસિકો અને દેશના વડાઓ સહભાગી બનશે.

ભારતના રાજ્યો ઉપરાંત અન્ય કન્ટ્રી સેમિનાર યોજાશે જેમાં ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ હશે. સમિટમાં યોજાનારા કન્ટ્રી સેમિનારોમાં જર્મની, કેનેડા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે તેઓ તેમના સામર્થ્ય અને રસના ક્ષેત્રો રજૂ કરશે. આ સમિટમાં વિવિધ દેશોના સેમિનારમાં ભારતીય પ્રતિનિધિઓને વિદેશી સહયોગીઓ સાથે સંવાદ કરવા માટેની શ્રેષ્ઠ તક સાંપડશે, સાથેસાથે વિચારોનું આદાન-પ્રદાન પણ થશે. ઉપરાંત ઔદ્યોગિક વિકાસ, વેપાર અને ટેકનોલોજીની આપ-લેની ઉત્તમ તકો રજૂ કરાશે. જાપાનીઝ, જર્મન, અમેરિકન સહિત અન્ય યુરોપિયન કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી ક્ષેત્રમાં સાથે મળીને કાર્ય કરવામાં વિશેષ રસ દાખવ્યો છે.

આ વખતની ૨૦૧૯ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ૨૦૦૦થી વધુ કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લે તેવી સંભાવના છે. તેમ અગ્રસચિવ એસ.જે. હૈદરે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં ૧૬ ભાગીદાર દેશોને આવરી લેતું કન્ટ્રી પેવેલિયનમાં કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલે નિકાસ, વેપાર અને રોકાણ ક્ષમતા ઉપર ગુજરાત સરકારના પસંદગીની વિગતો સાથેના પેવેલિયનરો જેમાં, કૃષિ અને ફુડ પ્રોસેસીંગ સહિતના ૨૫ ક્ષેત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે. સાઉથ કોરિયા, થાઇલેન્ડ, નેધરલેન્ડ, યુ.એ.ઇ. સાઉથ આફ્રિકા, સ્વિડન, ઉઝબેકિસ્તાન, ચેકરીપબ્લિક, નોર્વે, ઓસ્ટ્રેલિયા અને મોરોકકો જોડાશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY