કોણે કહ્યું ગુજરાતમા અધિકારીઓ જ નહીં સમગ્ર ભાજપ સરકાર જ ભ્રષ્ટ

0
2922
Read Who Say Not Only Officer But Whole Bjp Governement Corrupt In Gujarat

ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના થયેલા ભ્રષ્ટાચારની વાયરલ ઓડિયો કલીપને લઈને કોંગ્રેસના ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે સીએમ રૂપાણીને પત્ર લખીને તેની આકરી ટીકા કરી છે. તેમજ હિંમત હોય તો જવાબદાર સામે પગલાં લેવાની માંગ પણ કરી છે. તેમજ ભાજપના રાજમાં અધિકારીઓ જ નહીં પરંતુ સમગ્ર સરકાર જ ભ્રષ્ટ બની ગઈ છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે ભાજપના રાજમાં સીએમ દ્વારા અવાર-નવાર આપના ભાષણમાં પારદર્શક વહીવટની વાતો કરવામાં આવે છે પરંતુ આપની કથની અને કરણીમાં જમીન-આસમાન જેટલો ફર્ક છે. તાજેતરમાં વાયરલ થયેલા ઓડિયો દ્વારા આપના પારદર્શક વહીવટ ની પોલ ખુલી ગઈ છે. આપની જ સરકારમાં કામ કરતા ઉચ્ચ કક્ષાના અધિકારી જ્યારે એમ કહેતા હોય કે પ્રવાસન ક્ષેત્રે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેમાં પટાવાળાથી માંડીને મંત્રીઓ સુધીના લોકો સામેલ છે, ત્યારે આપ એમ કહો છો કે આપની સરકાર પારદર્શક વહીવટ કરે છે.

સાહેબ થાય પણ કેવી રીતે કારણ કે આ તમામ કાંડમાં ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપે આપના જ મંત્રીઓ આપના જ નેતાઓ સામેલ છે. પણ સાહેબ જ્યારે પણ આપના ઉપર સંકટ આવે છે આપની ખુરશી ના પાયા ડગમગવા લાગે છે ત્યારે આપ તમામ દોષનો ટોપલો કોંગ્રેસ પર નાખીને સલામત બની જાઓ છો. આપ અને આપની સરકાર લાજવાને બદલે ગાજે છે.

આપના સંવેદનહીન શાસનમાં ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી રહી છે. આપના અપારદર્શક વહીવટમાં આપના જ નેતાઓ કરોડો રૂપિયા કમાઈ ને પ્રામાણિકતાના દાવા ઠોકી રહ્યા છે ત્યારે સાહેબ આપની સરકાર પર હસવું કે રડવું એ ગુજરાતની ભલી ભોળી જનતાને પણ સમજાતું નથી? ગુજરાતની જનતાએ ૨૦૧૭ માં જ આપને જાકારો આપી દીધો છે પણ આપ અને આપનો પક્ષ દેશમાં તોડજોડ ની રાજનીતિથી આજે શાસન કરી રહ્યા છો એ ગુજરાત માટે દુર્ભાગ્યની વાત છે .

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY