તો શું ગુજરાતમાં ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાની સોપારી આપવામાં આવી હતી

0
956
Will Bjp Leader Jayanti Bhanusali Murder Is Sopari Killing In Gujarat

ગુજરાતમાં ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાની સોપારી આપવામાં આવી હતી તેવો આક્ષેપ તેમના પત્નીએ કર્યો છે. જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે.મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા.

આ ઉપરાંત જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુભાઈએ આ હત્યા અંગે કહ્યું કે રાજકીય કારણોસર જ તેમની હત્યા કરાઈ છે. આ હત્યાનો આરોપ તેમણે છબીલ પટેલ પર લગાવ્યો છે. શંભુભાઈના કહેવા મુજબ આ અગાઉ પણ છબીલ પટેલે કહ્યું હતું કે હું જયંતિ ભાઈનો રાજકારણમાંથી રે કાઢી નાખીશ. આજે આ રાજકારણમાંથી તેમણે રે કાઢ્યો છે તેની પાછળ આખી ગેંગ છે.

જો કે ગુજરાતમાં ભાજપ નેતા જયંતિ ભાનુશાળીના હત્યા બાદ રાજકીય વર્તુળોમાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. જેના પગલે ભાજપ સરકારે આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી લેવલે સોંપી દીધી છે. તેમજ તેના ઝડપી તપાસ આદેશ પણ આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર અને થોડા સમય પૂર્વે જ મહિલા સાથે બળાત્કારના મુદ્દે આક્ષેપોમાં ઘેરાયેલા કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વે ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનના ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જયંતિ ભાનુશાળી સયાજીનગરી એક્સપ્રેક્સ ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. આ ઘટના મોડી રાત્રે બની હતી રેલ્વે વિભાગને આની જાણ રાત્રે બે વાગે થઈ હતી.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વે ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી ગઈ કાલે ભુજથી સયાજીનગરી ટ્રેનમાં અમદાવાદ આવવા માટે એસી કોચમાં બેઠા હતા. ત્યારે કટારીયા અને સુરબારી રેલ્વે સ્ટેશન વચ્ચે કેટલાક અજાણ્યા શખ્સોએ એસ કોચમાં પ્રવેશ કરીને તેમને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હતી. જેમાં એક ગોળી તેમની છાતીના ભાગે અને એક ગોળી આંખમાં વાગી હતી. જેની આ બાદ આ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

જેના પગલે ટ્રેનને બે કલાક સુધી માળિયા સ્ટેશન પર રોકી રાખવામાં આવી હતી. તેમજ હાલ જયંતિભાઈ ભાનુશાળીનો મૃતદેહ માળીયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મૃતક જયંતિભાઈના પરિજનોને આ બનાવની જાણ કરવામાં આવી છે. તેમના સગા સંબંધીઓ જેમ જેમ ઘટનાની જાણ થઈ તેમ તેમ તેમના નિવાસ સ્થાને ભેગા થઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે તેઓ ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પોસ્ટમોર્ટમ બાદ તેમનો મૃતદેહ અમદાવાદ લાવવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY