….તો શું Gujarat માં નીતિન પટેલનું સૂચક નિવેદન સાચું પડશે

0
3972
Will Nitin Patel Statment On CM Become True In Gujarat

Gujarat માં છેલ્લા બે દિવસથી સીએમ વિજય રૂપાણીની રાજીનામું લઈ લેવામાં આવશે તેવી અટકળો તેજ બની છે. તેવા સમયે હાઈ કમાન્ડ પાસે હાલ તો ગુજરાતના નવા સીએમ તરીકે નીતિન પટેલ સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી. તેમજ આ અંગે થોડા સમય અગાઉ સીએમ વિજય રૂપાણીની હકાલપટ્ટીની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુ બાદ તેમના નામ પર ચાલી રહેલા વિવાદ પર તેમણે રમુજમાં જ જણાવ્યું હતું કે હું CM જ છું . જો કે આ વિડીયો વાયરલ થતા રાજકીય વર્તુળમાં જાતજાતના તર્કવિર્તક ઉભા થયા હતા. તેમજ લોકો નીતિન પટેલની આ રમુજને પણ સૂચક માની રહ્યાં છે.હાલ માં આ બધા તર્કવિતર્ક વચ્ચે નીતિન પટેલે દિલ્હીમાં છે.

Gujarat સીએમ રૂપાણીના વળતા પાણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ તેમને લોકસભાની જવાબદારીમાંથી અળગા રખાયા બાદ રાજકીય વર્તુળમાં સીએમ રૂપાણીની હકાલપટ્ટીનો તખ્તો ધડાઈ રહ્યો હોવાની ચર્ચા વધુ વેગવાન બની રહી છે. રાજ્યમાં એક તરફ થોડા સમય પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પડતા મુકવાની અફવાએ જોર પકડ્યું હતું અને નીતિન પટેલે ખુદ ટ્વીટર પર સંદેશ આપીને તેનો ખુલાસો કરવો પડ્યો હતો.

જેની બાદ ભાજપે લોકસભા ચુંટણી માટે બનાવેલી ૧૧ સભ્યોની ચુંટણી સમિતિમાં તેમને સમાવવામાં આવ્યા એટલું જ નહી તેમને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તેમજ સીએમ રૂપાણીને તેમાંથી અળગા રાખવામાં આવ્યા છે. જેના પગલે ગુજરાતમાં નેતુત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું હતું. ગુજરાતમાં ભાજપ દ્વારા સીએમ બદલવાની ચર્ચામાં આટલું ઓછુ હોય તેમ ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અને પાટીદાર અગ્રણી મનસુખ માંડવીયાનું નામ સીએમ પદ માટે ચર્ચામાં આવ્યું હતું.

આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વડોદરા મીડિયા સાથે વાતચીત કરતા પોતે ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં હોવાની વાતનો છેદ ઉડાવી દીધો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની અંદર વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકાર ચાલી રહી છે. વિજયભાઈ રૂપાણી જ રાજ્યના મુખ્યમંત્રી છે અને રહેશે. ગુજરાતમાં કોઈ જ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી.આ એક અફવા છે. હું ક્યારેય મુખ્યમંત્રી પદનો દાવેદાર રહ્યો નથી.

જો કે ગુજરાતમાં નીતિન પટેલને આપવામાં આવેલી મોટી જવાબદારી અને સીએમ રૂપાણીને અપાતું ઓછુ મહત્વ આગામી દિવસમાં ગુજરાતના રાજકારણમાં મોટી નવાજુનીના એંધાણ ચોક્કસ આપી રહ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY