…..તો શું ગુજરાતમા ટીમ રૂપાણીમાંથી નીતિન પટેલની બાદબાકી નિશ્ચિત છે

0
3123
Will Nitin Patel Substract From Team Rupani In Gujarat Speculation Are Way

ગુજરાતમાં લોકસભા ચુંટણી પૂર્વે હવે ભાજપમાં પણ રાજકારણ ગરમાયું છે. જેમાં હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ જસદણ વિધાનસભાની પેટાચુંટણી જીત્ય બાદ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે .જેના લીધે ભાજપના અનેક સીનીયર ધારાસભ્યો અને મંત્રીઓમાં કચવાટ શરુ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ જો કુંવરજી બાવળીયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો શું ટીમ રૂપાણીમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ બાદબાકી થઈ શકે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

આ ઉપરાંત થોડા સમય પૂર્વે પણ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મહેસાણાથી લોકસભા ચુંટણી લડાવવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. તેમજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ લોકસભા બેઠક માટેની અમુક જવાબદારી નીતિન પટેલને સોંપી હતી.

જો કે તેની બાદ હાલમાં જેમાં જસદણ બેઠકથી પેટા ચૂંટણીમાં વિજય થયેલ કુવરજી બાવળિયા તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી પહોચ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમને જસદણ બેઠક પરથી વિજયી થવાને લઇને અભિનંદન પાઠવ્યા હતા. દિલ્હીમાં વડાપ્રધાને ટ્વિટ કરીને બાવળિયા સાથેનો ફોટા સાથે તેમને જસદણ પેટા ચૂંટણીમાં વિજયી થવા પર અભિનંદન પાઠવ્યા હતા. હવે બાળળિયા દિલ્હીમાં અમિત શાહ સાથે બેઠક કરી હતી . ત્યારે ગુજરાતમાં બાળળિયાને લોકસભાની ચૂંટણીને લઇને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે તે બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં કોંગેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાનું ભાજપમાં કદ વધતા ભાજપના કાર્યકરોએ ધારાસભ્યોમાં ગણગણાટ શરૂ થવા લાગ્યો છે. જેના લીધે જો કુંવરજી બાવળિયાને સરકાર કે પક્ષમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે તો ભાજપની અંદર જ સુસુપ્ત અવસ્થામાં રહેલો કાર્યકરો અને ધારાસભ્યોનો અસંતોષ સપાટીએ આવશે તેમા કોઈ નવાઈ નથી.

જો કે આ શરૂ થયેલી ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આ અંગે ખોટી ચર્ચા ચાલી રહી છે. તેમજ મને પક્ષ જે જવાબદારી સોંપશે એ નિભાવવા માટે હું તૈયાર છું. પરંતુ હાલ આ પ્રકારની કોઈ વાત નથી તેમજ અમે તમામ કાર્યકરો ભાજપને મજબુત કરવા માટે પ્રયત્નશીલ છીએ. આ પૂવે પણ કુંવરજી બાવળીયાએ સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે તે લોકસભા ચુંટણી લડવાના નથી .

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY