વરિષ્ઠ હાસ્ય લેખક Vinod Bhatt નું નિધન

0
828
Vinod Bhatt

ગુજરાતના વરિષ્ઠ હાસ્ય લેખક Vinod Bhatt એ લાંબી માંદગી બાદ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. ઘણા સમય પહેલા વિનોદ ભટ્ટે પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને એટલે જ મેડીકલ તપાસ કર્યા બાદ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તેમના દેહનું દાન કરવામાં આવશે. જ્યાં સાંજે પાંચ વાગે રેડ ક્રોસ સોસાયટી વિનોદ ભટ્ટના ઘરે જઈને તેમનો દેહ સ્વીકારશે.

તમને જણાવી દઈએ કે, ઘણા સમાચાર પત્રો અને મેગેઝીન્સમાં વિનોદ ભટ્ટના હાસ્ય લેખ છપાતા હતા. ત્યારે ગંભીર બીમારી સામે ઘણા સમયથી વિનોદ ભટ્ટ ઝઝૂમી રહ્યા હતા. જેમની સારવાર કર્ણાવતી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમના પરિવારજનોએ તેમની દેહદાન કરવાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY