Amarnath Yatra માં હજુ સુધી ૨.૭૧ લાખ શ્રદ્ધાળુઓએ શિવલીંગના દર્શન કર્યા

0
461
2.71 Lakh Devotess Perform Darshan Of Shivling In Amarnath Yatra

દેશમાં ૨૮મી જૂનથી શરૂ થયેલી Amarnath Yatra માં હજુ સુધી૨.૭૧લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કર્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. હાલ શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે.તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. આ વર્ષે અમરનાથ યાત્રામાં ત્રણ લાખ પણ વધુ લોકો દર્શન કરે તેવી શક્યતા છે.

અમરનાથ યાત્રા બે દિવસ સુધી અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓ દ્વારા બંધ એલાન બાદ સાવચેતીના પગલારૂપે બંધ રાખવામાં આવી હતી.જો કે તેની બાદ શરૂ કરાયેલી યાત્રામાં ૪૫૪ શ્રદ્ધાળુઓનો નવો કાફલો સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જમ્મુથી રવાના કરવામાં આવ્યો હતો. ૧૧ જુદા જુદા વાહનોમાં આ તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતીનગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના કરવામાં આવ્યા હતા.

અલગતાવાદીઓના બંધના પરિણામ સ્વરૂપે વહીવટીતંત્રએ સાવચેતીના પગલાંરૂપે રવિવારે અમરનાથ યાત્રાને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો. દિવસ સુધી ભગવતીનગર યાત્રા નિવાસથી કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી. બીજી બાજુ હજ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે.

અમરનાથમાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી પણ ઉપર પહોંચી શકે છે. કારણ કે અમરનાથ યાત્રા હજુ પૂર્ણ થવામાં ઘણો સમય છે. ૨૬મી ઓગષ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રહ્યો છે. બંને રૂટ બલતાલ અને પહેલગામથી શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે. વાર્ષિક અમરનાથ યાત્રામાં કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આ વખતે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર પોતે આ વખતે ગંભીર દેખાઇ રહી છે. મોદી સરકારે સુરક્ષાની ખાતરી કરવા તમામ પગલા લીધા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY