Amarnath Yatra પર આતંકી હુમલાની દહેશત, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

0
849
Amarnath Yatra Terrorist Attack fright Security On Alert

જમ્મુ કાશ્મીરમાં Amarnath Yatra ઉપર મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. તોઇબા અને જૈશના ત્રાસવાદીઓ સહિત અન્ય સંગઠનના ત્રાસવાદીઓ પણ અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવવા માટેની યોજના બનાવી રહ્યા છે. આ યાત્રા પર હુમલાની દહેશતના પગલે અમરનાથ યાત્રીઓની સુરક્ષાને લઇને વધુ પગલા લેવામાં આવી રહ્યા છે.

જેમાં આતંકી સંગઠન જેશે મોહમ્મદ,તોયબા અને ગજવાત ઉલ હિન્દ ના ત્રાસવાદીઓ યાત્રા રૂટના જુદા જુદા હિસ્સાને વહેચીને હુમલા કરવાની યોજના કરી રહ્યા છે.સુત્રોના જણાવ્યા અનુસાર જાકિર મુસા જે અંસાર ગજવત ઉલ હિન્દનો કમાન્ડર છે તે યાત્રા રૂટના સૌથી મહત્વપૂર્ણ હિસ્સા ગણાતા ચંદનવાડીની રેકી કરી છે. આ ઉપરાંત પહેલગામના રસ્તાની પણ તે રેકી કરી ચુક્યો છે. આ રેકીમાં જાકિર મુસાનો એક ત્રાસવાદી કમાન્ડર પણ સામેલ હતો. ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હિજબુલ મુજાહીદીનના ત્રાસવાદીઓ વાલરહમા ખાતે દેખાયા છે. આર્મી અને સુરક્ષા દળોને પણ આ લોકો ટાર્ગેટ બનાવી શકે છે. લરકીપોરા અને ફતેહપુરા વચ્ચેના સ્થળ મુખ્ય ટાર્ગેટ સ્થળ હોઇ શકે છે. જેશ અને હિજબુલના ત્રાસવાદીઓ હાલમાં દ્રાસ સેક્ટરના મશ્કોહ વેલીમાં પણ જોવા મળ્યા છે.

આ યાત્રા ઉપરાત આતંકીઓ અર્ધલશ્કરી દળો, સેના અને યાત્રીઓ ઉપર હુમલા કરવાની ફિરાકમાં છે. ત્રાસવાદી સંગઠન રોડ ઓપેનિંગ પાર્ટી ઉપર પણ હુમલો કરી શકે છે. બીજી બાજુ અમરનાથ યાત્રા હાલમાં સાનુકળ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.છેલ્લા ત્રણ વર્ષની અંદર આ વર્ષે સૌથી વધારે સંખ્યામાં અમરનાથ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.

અમરનાથમાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી પણ ઉપર પહોંચી શકે છે. કારણ કે અમરનાથ યાત્રા હજુ પૂર્ણ થવામાં ઘણો સમય છે. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રહ્યો છે. બંને રૂટ બલતાલ અને પહેલગામથી શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY