Bhaiyyu Maharaj ની આત્મ હત્યાનું ઘૂંટાતુ રહસ્ય, આવ્યો નવો વળાંક

0
550
Bhaiyyu Maharaj Suside Suspense Still Continue Take New Turn

દુનિયાને સંયમ અને મુકિતની શીખ આપનારા Bhaiyyu Maharaj તેમની બીજી પત્ની અને પુત્રી વચ્ચે ચાલી રહેલા વિવાદને પગલે આત્મ હત્યા કરી હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડ્યા હતા. તેમાં પણ ભય્યુજી મહારાજ તેમની પુત્રી કુહાને બીજી પત્નીના ડરથી ચોરી છુપી મળતા હતા તે બાબત પણ સામે આવી હતી. જો કે આ બધા વચ્ચે આત્મ હત્યાના એક દિવસ પૂર્વે ભય્યુજી મહારાજ એક મહિલાને મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ ઉપરાંત ભય્યુજી મહારાજની પુત્રીએ આપેલા નિવેદનના પણ તેણે તેમની બીજી માતા દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.આ દરમ્યાન Bhaiyyu Maharaj તેમની પુત્રી કુહુને ખુબ જ ચાહતા હતા. પરંતુ તેમ છતાં તેમણે પોતાની ૨૦૦ કરોડની સંપતી સેવાદાર વિનાયકના નામે કરવાની લખેલી ચિઠ્ઠી પણ મળી આવી છે. જેના પગલે પોલીસે હવે સેવાદાર વિનાયકની પણ પૂછતાછ શરુ કરી છે.

ભૈયુજીના મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમાં તપાસ થઇ રહી છે. બીજી બાજુ એ મહિલા અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે જે એક દિવસ પહેલા તેમને મળી હતી.

આમ, ભય્યુજી મહારાજ ના મૃત્યુ બાદ મળેલી સુસાઈડ નોટ અને ત્યાર બાદ સતત સામે આવી રહેલા અલગ અલગ તથ્યોના લીધે ભય્યુજી મહારાજની આત્મ હત્યા માટે કયું કારણ જવાબદાર છે તે અંગે રહસ્ય સતત ઘુંટાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભૈયુજી મહારાજનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ઇન્દોરમાં સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. ભૈયુજી મહારાજને અગ્નિદાહ તેમની પુત્રી કુહુ દ્વારા આપવામાં આવ્યો હતો.આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. અંતિમ સંસ્કાર વેળા કેટલીક સેલિબ્રીટીઓ પણ ઉપસ્થિત રહી હતી. બીજી બાજુ ભૈયુજી મહારાજની આત્મહત્યાના મામલામાં આત્મહત્યાની નોંધથી કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY