છત્તીસગઢમાં કોંગ્રેસ નેતા અને કાર્યકરોને કાર્યાલયમાં ઘુસી પોલીસે માર માર્યો, અનેકને માથામાં ગંભીર ઈજા

0
204
Chhattisgarh Police Brutally Beaten By Congress Leaders And Workers In Their Office

છત્તીસગઢના બિલાસપુરમાં કોંગ્રેસ કાર્યાલયમા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓને પોલીસે બર્બરતાથી ફટકાર્યા હતા. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ પર પોલીસ બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો. જેના લીધે અનેક નેતા અને કાર્યકર્તા લોહીલુહાણ પણ થયા હતા. એટલું જ નહીં કોંગ્રેસ કાર્યકર્તાને માર મારવા માટે પોલીસ કોંગ્રેસ કાર્યાલયમાં અંદર પહોંચી ગઈ હતી. ઓફીસમાં પોલીસે તોડફોડ કરી હતી. પોલીસના આ હુમલામાં કોંગ્રેસના નેતા અટલ શ્રીવાસ્તવ સહિત અનેક કાર્યકરોને ગંભીર ઈજા પહોંચી છે. જેમની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ ઘટનાની જાણકારી મળતા જે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બધેલ બિલાસપુર જવા રવાના થયા છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે બિલાસપુરમાં કોંગ્રેસ કાર્યકતા રમણસિંહે સરકારના મંત્રી અમર અગ્રવાલના નિવાસ બહાર વિરોધ પ્રદર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમ્યાન પોલીસે તેમને અધવચ્ચે જ રોક્યા હતા. જેની બાદ પોલીસ અને કાર્યકતા વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેથી નારાજ પોલીસે કોંગ્રેસ કાર્યકતા પર લાઠીચાર્જ કર્યો હતો. તેની બાદ કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓ કોંગ્રેસ ઓફીસ તરફ ભાગ્યા હતા. જયારે પોલીસે ત્યાં પહોંચીને ઓફીસની અંદર જઈને કાર્યકતા અને નેતાઓને માર માર્યો હતો અને પોલીસે મહિલા સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. આ લાઠીચાર્જના અનેક લોકોના માથા પર ગંભીર ઈજા થઈ હતી.

છતીસગઢ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બધેલે કહ્યું કે પોલીસ રમણસિંહ સરકારના બુટલેગરની જેમ કામ કરી રહી છે. આ ઉપરાત આ રાજયના ઈતિહાસમાં પ્રથમવાર પોલીસ કોઈ રાજકીય પક્ષના કાર્યાલય પહોંચી હતી અને આ પ્રકારની મારપીટ કરી હ છે. ભૂપેશ બધેલે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે તેમજ તમામ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમજ આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસ સંપૂર્ણ રાજયમાં રમણસિંહ સરકારના પુતળા સળગાવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY