મુંબઈમાં સુપરકોપ Himanshu Roy એ કરી આત્મહત્યા, ગોળી મારી ટૂંકાવ્યું જીવન

0
1691
Himanshu Roy

મુંબઈ પોલીસના એનકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ IPS ઓફિસર Himanshu Roy એ આત્મહત્યા કરી લીધી છે. જાણકારી અનુસાર, શુક્રવારે તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી લીધી છે. પોતાના સરકારી આવાસ પર શુક્રવારે બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે તેમણે પોતાને ગોળી મારી દીધી. તેઓ ૫૪ વર્ષના હતા.

ઘાયલ હિમાંશુ રોયને લઈને પરિવાર તુરંત જ બોમ્બે હોસ્પિટલ પહોંચ્યો પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટ્રસે તેમને મૃત જાહેર કરી દીધા. જાણકારી અનુસાર, હિમાંશુ રોયે મોઢામાં રિવોલ્વર રાખી ગોળી મારી હતી. જેના કારણે તેમને બચાવવા ઘણા જ મુશ્કેલ થઇ ગયા હતા.

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, તેઓ હિમાંશુ રોયના નિધનની ખબર સાંભળીને ચોંકી ગઈ અને ઘણી જ દુખી છે. તેમણે કહ્યું કે, હિમાંશુનું જવું દુર્ભાગ્યપૂર્ણ અને દેશ માટે મોટી ક્ષતિ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મુંબઈને જેવી સુરક્ષા પ્રદાન કરી તે માટે મુંબઈ હંમેશા તેમનું આભારી રહેશે.

સાથે જ પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યની ભાજપ સરકાર પર હિમાંશુની સાથે સારો વ્યવહાર ન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, ગૃહ મંત્રાલયે તેમની અરજી ફગાવી દીધી હતી. આખરે પોતાની સર્વિસના છેલ્લા સમયમાં તેમની સાથે આ રીતનું ગેરવર્તન શા માટે કરવામાં આવ્યું.

કોણ હતા હિમાંશુ રોય ?
૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારી હિમાંશુ રોયનું નામ ૨૦૧૩ માં સ્પોટ ફિક્સિંગ કેસમાં વિન્દુ દર સિંહની ધરપકડ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસકરના ડ્રાઈવર આરીફનું એન્કાઉન્ટર, પત્રકાર જેડે હત્યા પ્રકરણ, વિજય પલાંડે-લેલા ખાન ડબલ મર્ડર કેસ જેવા મહત્વના કેસ સાથે જોડાયેલા રહ્યા.

અન્ડરવર્લ્ડ કવર કરનારા પત્રકાર જે ડે હત્યાની ગુથ્થી સુલઝાવવામાં હિમાંશુ રોયે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

હિમાંશુ રોય કેન્સરથી પીડિત હતા
જાણકારી અનુસાર, પૂર્વ ATS પ્રમુખ હિમાંશુ રોય કેન્સર પીડિત હતા. કહેવાઈ રહ્યું છે કે, એપ્રિલ ૨૦૧૬ થી તેમણે મેડીકલ લીવ લઇ રાખી હતી. ATS પ્રમુખ રહેલા હિમાંશુ રોયે પહેલી વખત સાઈબર ક્રાઈમ સેલ સ્થાપિત કર્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY