વિડીયોકોન કેસમાં ફસાયેલા આઈસીઆઈસીઆઈ બેંકના એમ.ડી. ચંદા કોચરે રાજીનામુ આપ્યુ

0
447
ICICI Bank CEO And MD Chanda Kochhar Resign Who Allage Involved In Videocon Fraud Case

વિડીયોકોન કેસમાં ગેરરીતીના આક્ષેપમાં ફસાયેલા ચંદા કોચરે રાજીનામું આપ્યું દીધું છે. આ અંગે આઈસીઆઈસીઆઈના બોર્ડની બેઠક મળી હતી જેમાં તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. બોર્ડે ચંદા કોચરના સ્થાન પર સંદીપ બક્ષીની વરણી કરી છે. તેમની નિમણુક ૩ ઓક્ટોબર ૨૦૨૩ સુધી કરવામાં આવી છે.આઈસીઆઈસીઆઈ બેંકની પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે બેંકના એમડી ચંદા કોચરે તેમની નાદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત સ્વંતત્ર ડિરેક્ટર માલ્યાએ પણ રાજીનામું આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આઈસીઆઈસીઆઈ બેંક અને વિડીયોકોન ગ્રુપ વચ્ચે થયેલા લેવડ- દેવડનો કિસ્સો સામે આવ્યા બાદ બેંકના સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર તથા વીડીયોકોન ગ્રુપના વેણુગોપાલ ઘૂત મુશ્કેલમાં છે. તેમજ આ કેસમાં આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર તથા વીડીયોકોન ગ્રુપના વેણુગોપાલ ઘૂત વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. જેના લીધે આ ત્રણે વ્યક્તિ દેશ છોડીને વિદેશ નહીં જઈ શકે. લુકઆઉટ નોટીસ એરપોર્ટ ઓથોરીટીને ગુપ્ત રીતે મોકલવામા આવે છે. જેમાં વ્યકિત એરપોર્ટ પરથી વિદેશમાં જઈ શકતો નથી.

આ કેસમાં સીબીઆઈએ ચંદા કોચર અને રાજીવ કોચરની કલાકો સુધી પૂછતાછ કરી હતી. રાજીવ કોચર, ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર કંપની એવીસ્ટા એડવાઈઝરીના સવાલોમાં ઘેરામાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીને છેલ્લા ૬ વર્ષમાં સાત કંપનીઓ પાસેથી અંદાજે ૧.૫ અરબ ડોલર વિદેશી મુદ્રા લોનને પુન મેળવવાનું કામ મળ્યું હતું. તેમજ આ બધી કંપનીઓ આઈસીઆઈસીઆઈ બેંકની દેવાદાર પણ હતી. તેમજ એક સોદામાં દેવાદારોની લીડ બેંક પણ આઈસીઆઈસીઆઈ બેંક જ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY