મોદી સરકાર દરમિયાન કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી: RTI

0
545
Increase in Terrorist Incidents in Kashmir During Modi Government: RTI

આરટીઆઈ અંતર્ગત ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલો જવાબ

દિલ્હી: ગૃહ મંત્રાલયની તરફથી એક RTI ના જવાબના ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. આતંકવાદને લઈને મોટા મોટા વાયદાઓ કરનારી કેન્દ્રની મોદી સરકારને જોરદાર આંચકો લાગી શકે છે.

એક આરટીઆઈ (RTI) કર્તાએ કરેલી એક આરટીઆઈના જવાબમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ૮૧૨ આતંકી ઘટનાઓ બની છે. જયારે મનમોહન સિંહના નેતૃત્વ વાળી સરકારના છેલ્લા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ફૂલ ૭૦૫ આતંકી ઘટનાઓ બની હતી.

આ ઉપરાંત આ આરટીઆઈના જવાબમાં એ વાત પણ સામે આવી છે કે આ ૮૧૨ આતંકી ઘટનાઓમાં આશરે ૧૮૩ ભારતીય જવાનો શહીદ થઈ ગયા છે તેમજ ૬૨ નાગરિકોનો મોત નીપજ્યા છે. જયારે મનમોહન સિંહના અંતિમ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ૧૦૫ જવાન શહીદ થયા હતા તો તેની સામે ૫૯ નાગરિકોના મોત નીપજ્યા હતા.

નોઈડામાં રહેતા આરટીઆઈ કાર્યકર્તા રંજન તોમરે ગૃહ મંત્રાલયને આતંકી ઘટનાઓ અને સવાલ પૂછ્યા હતા. રંજન તોમરે ગૃહ મંત્રાલયને ચાર સવાલ પૂછ્યા હતા. તોમરે પૂછ્યું હતું કે મોદી સરકારના અત્યાર સુધીના ત્રણ વર્ષના કાર્યકાળમાં કેટલી આતંકી ઘટનાઓ બની છે, મનમોહન સિંહની સરકારના અંતિમ ત્રણ વર્ષના કાર્યકાળમાં કેટલી ઘટનાઓ બની હતી. બંનેના સમયમાં કેટલા નાગરિકોના મોત નીપજ્યા હતા અને કેટલા જવાન શહીદ થયા હતા.

રંજન તોમરનો ત્રીજો અને ચોથો સવાલ એ હતો કે આ આતંકી ગતિવિધિઓને રોકવા માટે મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં ગૃહ મંત્રાલયે કેટલી ધનરાશી ફાળવી હતી અને મનમોહન સિંહના છેલ્લા ત્રણ વર્ષના કાર્યકાળમાં ગૃહ મંત્રાલયે કેટલી ધનરાશી ફાળવી હતી.

આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં ૧,૮૯૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જયારે તેની સામે મનમોહન સિંહની સરકારના છેલ્લા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ગતિવિધિઓને રોકવા માટે ૮૫૦ કરોડની ધનરાશી ફાળવવામાં આવી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY