શેરબજારમાં અફડા તફડીનો માહોલ, પાંચ મિનીટમાં જ રોકાણકારોના ૪ લાખ કરોડ ડૂબ્યા

0
1017
Indian Share Market Major Setback 4 Lakh Crore Wash Out In Five Minitues

અમેરિકાના શેરબજારમાં બુધવારે ૮ મહિના બાદ સૌથી મોટા કડાકા બાદ ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે સવારે સેન્સેક્સમાં ૧૦૦૦ અંકોના ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. અમેરિકાના શેરબજારમાં કડાકા બાદ એશિયાઈ શેરબજારમાં પણ દબાણ ઉભું થયું છે. જેમાં જાપાન, ચીન અને હોંગકોંગ અને સિંગાપુર સહિતના બજારોમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે.

ભારતના શેરબજારમાં શરૂઆતી કારોબારમાં ગુરુવારે પણ કડાકો બરકરાર રહ્યો હતો. સેન્સેક્સ ૩૪,૦૦૦માં મનોવૈજ્ઞાનિક સ્તરથી ઘટીને ૩૩,૯૩૮.૮૮ પર પહોંચ્યો છે. જયારે નિફ્ટીમાં પણ ૨૫૮.૫૫ અંકોનો ઘટાડો જોવા મળ્યો હતો. જે ૧૦,૨૦૧,૫૫ ના સ્તરે કારોબાર કરતી હતી.

ગુરુવારે શેરબજાર ખુલતા જ માર્કેટમાં અફડાતફડી જોવા મળી હતી.જેમાં માત્ર પાંચ જ મિનીટમાં રોકાણકારોના ૪ લાખ કરોડ ડૂબી ગયા. ગુરુવારે સેન્સેક્સ ૬૯૭.૭૦ અંક તૂટીને ૩૪,૦૬૩.૮૨ જયારે નિફ્ટી ૨૯૦.૩ અંકના ઘટાડા સાથે ૧૦,૧૬૯. ૮૦ એ કારોબાર કરતી હતી. જયારે બજારમાં થોડી જ વારમાં સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જયારે ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો ૭૪.૪૭ રૂપિયાના સ્તરે નીચે ગગડયો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY