Sikkim માં ચીની સૈનિકોએ કરી ઘૂસણખોરી, ભારતીય સૈનિકોએ માનવચેન બનાવી હટાવ્યા

0
3566
Indian soldiers formed human chain to block Chinese troops into Sikkim

ભારત અને ચીન વચ્ચે ડોક્લામ મુદ્દે વિવાદને એક વર્ષનો સમય વીતી ચુકયો છે પરંતુ ચીન તેની નાપાક હરકતથી હજુ બાજ નથી આવી રહ્યું. જેમાં ચીનના સૈનિક ભારતીય સીમા ક્ષેત્ર Sikkim માં બે કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા જેને ભારતીય સૈનિકોએ માનવ ચેન બનાવીને રોકયા હતા. જેની બાદ તમામ ચીની સૈનિકોને તેમના સેન્ટર પર મોકલી દેવામાં આવ્યા હતા. તેમજ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પીપુલ્સ લીબરેશન આર્મીના જવાનોએ સિક્કિમમાં ચઢાઈ કરવાની કોશિશ કરી હતી. ગુપ્તચર વિભાગના સુત્રોએ જણાવ્યું કે અંદાજે ૫૦ ચીની સૈનિક ભારતીય સીમામાં ધૂસ્યા હતા. ચાર કલાક સુધી ઉભા રહ્યા હતા અને તેમના ક્ષેત્રમાં જવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ભારતીય સૈનિકોના વિરોધ બાદ તે જવા માટે મજબુર થયા હતા.

તેમજ આ ચીની સૈનિકોને ૧૦૦ ભારતીય સૈનિકોએ ચેન બનાવી રોકી દીધા હતા . ચીન અને ભારત વચ્ચેની ૩૪૮૮ કિલોમીટર લાંબી સીમા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે પહેલી વાર આવી ઘટના ઘટી છે. બંને દેશો વચ્ચે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની સીમા ક્ષેત્રને લઈને વિવાદ છે.

આ પૂર્વે ડોકલામમાં બંને દેશોની સેના ૧૦ સપ્તાહ સુધી આમને સામને આવી હતી. જયારે આ વચ્ચે અમેરિકાના એક અધિકારીએ માહિતી આપી છે ચીને ફરી એકવાર ડોકલામમાં ઘુસણખોરી શરુ કરી છે. જયારે હજુ સુધી ભારત અને ભૂટાને તેનો વિરોધ કર્યો નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY