મુકેશ અંબાણીના નાના પુત્ર Anant Ambani ની સગાઈ નક્કી

0
1787

1. Anant Ambani

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીની સગાઈ પછી હવે તેમના નાના પુત્ર Anant Ambani ની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે નક્કી થઈ છે. જેને લઈને આ મુદ્દો હાલ ચર્ચામાં છે. આ મહિને જ ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે સગાઈ કરી હતી અને તેની પહેલા અંબાણી પરિવારના મોટા પુત્ર આકાશ અંબાણીએ હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે સગાઈ કરી હતી.

2. અનંત અંબાણી

બહેન ઇશાની સગાઈને હજુ એક અઠવાડિયું પૂર્ણ થયું નથી અને હવે અનંત અંબાણીની સગાઈ નક્કી થઈ છે. અનંતનો રાધિકા મર્ચન્ટ સાથે એક ફોટો પણ સામે આવ્યો છે. બ્રાઈડસટુડેના ઇન્સ્ટાગ્રામ પર અંનત અને રાધિકાનો ફોટો પોસ્ટ કરી લખ્યું કે, જો ચર્ચાઓ પર ધ્યાન આપવામાં આવે તો અંબાણી પરિવારમાં એક અન્ય મેરેજની રોનક જોવા મળશે.

3. અનંત અંબાણી

પ્રાપ્ત માહિતી મુજબ, અનંત અંબાણી બહુ જલ્દી બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરશે. જો કે, હજુ સુધી આ ખબરની સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

4. અનંત અંબાણી

રાધિકા મર્ચન્ટ તે સમયે લાઈમલાઈટમાં આવી જ્યારે તેણે ઇશાની સગાઈ પાર્ટીમાં ડાંસ કર્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, ઈશા, શ્લોકા અને રાધિકા એકસાથે ડાંસ કરી રહી છે. આ ત્રણેય ઘૂમર ડાંસ પર પરફોર્મ કરી રહી છે.

5. અનંત અંબાણી

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એક જ પુત્રી છે અને તે છે ઈશા અંબાણી. ઈશા અને આકાશ ટ્વીન્સ છે. તેમજ અનંત ઈશાનો નાનો ભાઈ છે. ઈશા અંબાણી એક સકસેસફુલ બિઝનેશ વુમેન છે ૧૯૯૧ માં જન્મેલ ઈશા અને તેનો ભાઈ આકાશ ટ્વીન્સ છે.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY