Jammu-Kashmir: અલગાવવાદીઓની મોદી સરકાર પાસે માંગ, બંધ કરો પૈલટ ગનનો ઉપયોગ

0
893
Jammu-Kashmir: Stop Pellet Guns and Involve Pakistan in Talks, Said Hurriyat Leaders to Modi Government

હુર્રિયત કોન્ફ્રેન્સે કેન્દ્ર સરકાર સમક્ષ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં પૈલટ ગનના ઉપયોગને બંધ કરવાની માંગણી કરી છે.

આ સાથે કહ્યું છે કે સરકાર જો જમ્મુ-કાશ્મીરના મુદ્દા ઉપર વાતચીત કરવા માંગે છે તો પહેલા જેલમાં બંધ કાશ્મીરી યુવાનોને મુક્ત કરે. વાતચીતમાં કાશ્મીરના નેતૃત્વની સાથે પાકિસ્તાનના નેતૃત્વને પણ શામેલ કરવામાં આવે.

આ મામલે હુર્રિયતના નેતા સૈયદ અલી શાહ ગિલાનીના વિશ્વાસુ દેવિન્દર સિંહ બહલે કહ્યું છે કે, ‘અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે એક દિવસમાં સત્તર વર્ષ જુના મુદ્દાને ઉકેલી શકાય નહીં.’ બહલે આ વાત પુલવામામાં માર્યા ગયેલા આતંકીની શોક સભામાં કહી હતી.

આ વર્ષે જુલાઈમાં એનઆઈએએ બહલની ધરપકડ કરી હતી. તેની ઉપર આતંકીઓને આર્થિક સહાય આપવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે તેની ધરપકડ બક્ષીનગરમાંથી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પુલવામામાં આતંકીની શોકસભાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. વીડિયોમાં બહલ કહેતા નજરે પડે છે, ‘મને શાહ ગિલાનીએ મોકલ્યો છે જે દુઃખના આ સમયમાં આતંકીના પરિવારની સાથે ઉભા છે. કાશ્મીરના લોકો આ પરિવારની સાથે છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે તમારી સાથે છીએ અને ભવિષ્યમાં પણ તમારી સાથે રહીશું. હુર્રિયત જે પણ કરશે તે પોતાના લોકોની માટે જ કરશે.

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર મુદ્દા અંગે શાંતિ વાર્તાકાર તરીકે નિયુક્ત કરાયેલા દિનેશ્વર શર્માની ભૂમિકા ઉપર દેવિન્દર સિંહ બહલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર મુદ્દા ઉપર કેન્દ્ર સરકાર શાંતિ પ્રક્રિયા શરૂ કરી રહી છે. પરંતુ અમે જણાવી દેવા માંગીએ છીએ કે, સત્તર વર્ષ જુના મુદ્દાઓને ફક્ત એક દિવસમાં ઉકેલી શકાય નહીં.

અમે ભારત સરકારને કહેવા માંગીએ છીએ કે જો તમે કાશ્મીર મુદ્દા ઉપર આતુર છો તો સૌથી પહેલા પૈલટ ગન ઉપર રોક લગાવવી પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY