Rahul Gandhi અને Lalu Yadav ની મુલાકાત બાદ ભાજપ ચિંતામાં, એમ્સમાંથી રાંચી શીફટ કરાયા

0
811
Lalu Prasad Yadav Shiefted AIMS To Ranchi Health Problem Faces In Train Also

ચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા Lalu Prasad Yadav ને દિલ્લીની એમ્સમાંથી બિહારના રાંચીમાં રીમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેના લીધે રાંચી રેલ્વે સ્ટેશન પર ૧૦૦ જેટલા આરપીએફ જવાન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જયારે રાંચી રેલ્વે સ્ટેશન પર લાલુ પ્રસાદને મળવામાં સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે કડક પોલીસ બંદોબસ્તના લીધે કોઈ તેમને મળી શક્યું ન હતું. તેમજ મીડિયાને પણ તેમનાથી દુર રાખવામાં આવ્યા હતા. તેમની સાથે આરજેડી ધારાસભ્ય ભોલા યાદવ પણ હાજર હતા.જો કે તેમની રાહુલ ગાંધીની સાથેની મુલાકાત બાદ ભાજપે આ નિર્ણય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જો કે દિલ્હીથી રાંચી લઈ જતા ટ્રેનમાં લાલુ યાદવની તબિયત બગડી હતી. જેના લીધે કાનપુરની ડોક્ટરોની ટીમે તેમની તપાસ કરી હતી અને ઇન્જેક્શન આપ્યું હતું. જેના લીધે રાજધાની એક્સપ્રેસ કાનપુરમાં લાંબો સમય રોકાઈ હતી. ૩૦ એપ્રિલના રોજ દિલ્હીથી રાંચી શીફટ કરવા પર લાલુપ્રસાદ યાદવે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મને કશું પણ થશે તો તેની જવાબદારી એમ્સની રહેશે. તેમજ રાંચીમાં હોસ્પિટલમાં જરૂરી સુવિધા પણ નથી.

લાલુપ્રસાદ યાદવને એમ્સમાં દાખલ કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ તેમની સાથે વાતચીત પણ કરી હતી. જેના પગલે ભાજપને લાગ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવને દિલ્હીમાં રાખવા રાજકીય રીતે પણ ભયજનક છે.આ ઉપરાંત બિહારમાં ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ શકે તેમ હતી. લાલુ પ્રસાદને દિલ્હીમાં રાખવામાં આવે તો અન્ય પક્ષોના રાજકીય નેતા પણ લાલુ પ્રસાદને મળીને રાજકીય ઉત્તેજના ઉભી કરી શકે તેમ હતા.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં ચોથા દુમકા કોષાગાર કેસમાં અદાલતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના પ્રમુખ Lalu Prasad Yadav ને ફરી ૭ વર્ષની જેલની સજા ફરમાવી છે. તેમજ ૩૦ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. Lalu Prasad Yadav ને ઘાસચારા કૌભાંડ ચાર કેસમાં આ સજા સૌથી વધારે છે. આ કેસ દુમકા કોષાગારમાંથી ગેરકાયદે રીતે નીકળવામાં આવેલા ૩ કરોડ રૂપિયાનો છે. જેમાં ૩૧ આરોપી હતા.

આ પૂર્વે Lalu Prasad Yadav ને ૩ કેસમાં પણ સજા મળી ચુકી હતી. જયારે ચોથા દુમકા કોષાગાર કેસમાં અદાલતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના પ્રમુખ Lalu Prasad Yadav ને ફરી ૭ વર્ષની જેલની સજા જાહેર કરી હતી. આ કેસ બાદ ચોથા દુમકા કોષાગાર કેસમાં અદાલતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના પ્રમુખ Lalu Prasad Yadav પર ઘાસચારા કૌભાંડના અન્ય બે કેસ હજુ પણ બાકી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY