વાંચો ..મેહુલ ચોકસી અને નિરવ મોદીએ આ રીતે આચર્યું ૧૨,૭૦૦ કરોડનું મેગા કૌભાંડ

0
932
Read How Mehul Chokshi And Nirva Modi Done 12700 Crore Fraud In PNB

Mehul Chokshi અને Nirav Modi એ એક અહેવાલ અનુસાર ૧૨,૭૦૦ કરોડના કૌભાંડમાં મોટા ભાગના એલઓયુ વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન ઇસ્યુ કરવામાં આવ્યા છે અથવા તો રીન્યુ કરવામાં આવ્યા છે. આ જ એલઓયુના આધારે જ નીરવ મોદીએ પીએનબીને બેંક ઈતિહાસનો સૌથી મોટો ચૂનો લગાવ્યો છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર આ અંગે ગુરુવારે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસીએ તેમની ત્રણ કંપનીઓ માટે પંજાબ નેશનલ બેંક પાસેથી ૪૮૮૬ કરોડ રૂપિયા લીધા હતા. તેમણે બેંકમાંથી આ રકમ ૧૪૩ એલઓયુ મારફતે મેળવી હતી.

આ અખબારે આ કેસની પ્રથમ એફઆઈઆરના માધ્યમથી જણાવ્યું છે કે તેમાં ૮ એલઓયુના આધારે ૨૮૦.૭ કરોડના કૌભાંડની વાત સામે આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે એલઓયુ વર્ષ ૨૦૧૭માં ઇસ્યુ કરવામાં આવ્યા છે. હવે સીબીઆઈ આની સાથે પીએનબીએ આપેલી બીજી માહિતી એડ કરી રહી છે. જેમાં પ્રથમ એફઆઈઆર અંતર્ગત કૌભાંડની રકમ ૬૪૯૮ કરોડ થવા જઈ રહી છે.

આ અંગે જયારે સીબીઆઈએ બેંકના અધિકારીઓની પૂછતાછ કરી તો એ બાબત સામે આવી કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ તમામ રકમ એલઓયુ ઇસ્યુ કરાવવાનો અને તેને રીન્યુ કરાવવા મારફતે જ મેળવી હતી.

વાસ્તવમાં, આ કેસ પંજાબ નેશનલ બેંકની મુંબઈ શાખા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા ૧૪૩ એલઓયુ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો છે. જેના આધારે કુલ ૪૮૬૬ કરોડ રૂપિયાની છેતરપીંડી પણ કરવામાં આવી છે. આ રકમ ત્રણ હિસ્સામાં ગીતાંજલિ જેમ્સ, નક્ષત્ર અને ગીલીને એલઓયુના આધારે વર્ષ ૨૦૧૭માં આપવામાં આવી છે. જો કે આ સમગ્ર મામલો ૧૨,૭૦૦ કરોડ રૂપિયાનો અને ૨૯૩ એલઓયુ સાથે જોડાયેલો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY