Mumbai માં વરસાદે લીધો વિરામ, સીમિત સ્ટેશનો સુધી શરુ કરવામાં આવી રેલ્વે સેવા

0
886
Mumbai Rain Take Rest Railway Service Started For Limited Station Only

Mumbai માં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદે આજે વિરામ લેતા મુંબઈવાસીઓને રાહત મળી છે. જેના લીધે ઉપનગરીય રેલ્વે સેવા કાર્યરત કરવામાં આવી છે. રેલ્વે ટ્રેક પર પાણી ભરાવવાના લીધે વેસ્ટન રેલ્વેની મોટાભાગની રેલ્વે સેવા બંધ હતી. તેમજ સ્થાનિક સેવાઓ પણ પૂર્ણ રીતે પ્રભાવિત થઈ હતી. ચાર દિવસથી પડેલા ભારે વરસાદના પગલે રોડ વ્યવહારમાં ચાલી રહ્યો હતો.

જો કે રેલ્વે સેવા પૂર્ણપણે બંધ હોવાથી લોકોને ખાસ્સી એવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સ્થાનિક રેલ્વે સેવા શરુ કરતાની સાથે જ રેલ્વેમાં લોકોની જબરજસ્ત ભીડ જોવા મળી હતી. રેલ્વે સ્ટેશન અને તેના ટ્રેક પર પાણી ભરાયા હોવાના લીધે રેલ્વે દ્વારા અમુક સ્ટેશન સુધી જ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં માત્ર ૧૦ જ દિવસમાં મોસમના ત્રીસ દિવસનો વરસાદ પડ્યો હતો. જેના લીધે રેલ્વે ટ્રેકો પાણીમાં ગરકાવ થયા હતા. લોકલ ટ્રેનને મુંબઈની જીવનરેખા માનવામાં આવે છે.

મંગળવારે આ સેવા નાલસોપારા અને વિરાર સ્ટેશન સુધી જ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના પગલે વેસ્ટન રેલ્વે લાઈન પર યાત્રા કરનારા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં હજુ શનિવાર સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમજ હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વિધિવત રીતે શરૂ થયેલા ચોમાસાને પગલે છેલ્લા ચાર દિવસથી Mumbai માં પડી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. તેમજ અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મોટાભાગની ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી.મુંબઈના અનેક રેલ્વે સ્ટેશનો પાણીમાં ગરકાવ થયા છે. જયારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જયારે અનેક સ્થળોએ રોડ પર નદીઓની જેમ પાણી વહી રહ્યાં હતા.

મુંબઇના કેટલાક વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો હતો જેથી રસ્તા નદીઓની માફક દેખાઇ રહ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, બીએમસીના કર્મચારી આખી રાત રસ્તા પર ભરેલા પાણી નિકાળતાં જોવા મળ્યા હતા. મુંબઈમાં સોમવારથી જ વરસાદના લીધે મુંબઇવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા. મુંબઇના સાયન વિસ્તારમાં ભારે પાણી ભરાયા હતા.

જોકે બીએમસીએ ઠેર-ઠેર પાણી કાઢવા માટે મોટી-મોટી મોટરો લગાવી હતી. તેમ છતાં મુંબઇ દર વર્ષની માફક આ વર્ષે પણ પાણી-પાણી થઇ ગયું હતું. સાં જે વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયા છે ત્યાં હવે પાણી દુર્ગંધ મારવા લાગી હતી. મહાનગરપાલિકાના કર્મચારીઓ પમ્પ વડે પાણીનો નિકાલ કરવામાં વ્યસ્ત જોવા મળતા હતા.આ ઉપરાંત ભારે વરસાદના પગલે મુંબઈ, થાણે, નવી મુંબઈમાં અનેક શાળાઓના સંચાલકોએ સ્વયં નિર્ણય લઈને આજે રજા જાહેર કરી દીધી હતી. વેસ્ટન રેલ્વેના જણાવ્યા અનુસાર નાલાસોપારામાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ત્યાં વીજપૂરવઠો પણ ખોરવાયો હતું.જેના લીધે ૯૦ થી વધારે ટ્રેનો રદ કરવામાં આવી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY