વડાપ્રધાન Narendra Modi એ જાનકી મંદિરમાં કરી પૂજા, નેપાળ-અયોધ્યા બસ સેવાને બતાવી લીલી ઝંડી

0
3347
Narendra Modi

વડાપ્રધાન Narendra Modi નો બે દિવસીય નેપાળ પ્રવાસ શરુ થઇ ચુક્યો છે. વડાપ્રધાન મોદી સવારે ૧૦.૩૦ વાગ્યે જનકપુર પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી વડાપ્રધાન Narendra Modi જાનકી મંદિર માટે રવાના થયા, જ્યાં તેમણે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આ ત્રીજી વખત નેપાળ પ્રવાસ કર્યો છે.

PM મોદી સવારે લગભગ ૮ વાગે દિલ્હીથી નેપાળ માટે રવાના થયા હતા. વડાપ્રધાને જનકપુર-અયોધ્યા બસ સર્વિસને લીલી ઝંડી બતાવી હતી. આને રામાયણ સર્કીટના વિસ્તાર તરીકે ઓળખાય છે.

મંદીરમાં દર્શન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ગર્વ હતો કે અહિયાં આવીને માતા સીતાની પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. હું ભારતનો પહેલો વડાપ્રધાન છુ જેણે જનકપુરમાં આવીને પૂજા કરી. હું નેપાળના વડાપ્રધાનનો આભાર માનું છુ.

તેમણે કહ્યું કે, આખી દુનિયામાં ટુરીઝમ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમે બન્ને દેશો મળીને રામાયણ સર્કીટની યોજનાને આગળ વધારી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, મારા માટે ખુશીની વાત છે કે જે યુપીના બનારસે મને વડાપ્રધાન બનાવ્યો અને યુપીના અયોધ્યાથી જનકપુરની બસ સર્વિસ શરુ થઈ રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY