એક કરોડ રૂપિયાના ઈનામધારી Naxalite જમ્પન્નાએ કર્યું આત્મસમર્પણ

0
4425
Naxalite Narsinh Reddy Alias Jampanna Surrender in Telangana, Prize of One Crore Rupees on Him

રાયપુર: છત્તીસગઢ અને તેલંગાનાના સરહદી વિસ્તારમાં કેટલીય નક્સલી (Naxalite) ઘટનાઓ સાથે સંકળાયેલા ઈનામધારી નક્સલી નરસિંહ રેડ્ડી ઉર્ફે જમ્પન્નાએ આત્મસમર્પણ કરી દીધું છે.

છત્તીસગઢ અને તેલમાં નક્સલી પ્રવૃતિઓથી આતંક મચાવનાર નક્સલી નરસિંહ રેડ્ડી ઉર્ફે જમ્પન્ના ઉપર એક કરોડ રૂપિયાનું ઈનામ રાખવામાં આવેલું છે. આ ઈનામધારી નક્સલી જમ્પન્નાએ અને તેની પત્ની રંજિતાએ પણ તેલંગાના પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ છત્તીસગઢ અને તેલંગાનાના સરહદી વિસ્તારોમાં બનેલી નક્સલી ઘટનાઓને નરસિંહ રેડ્ડી ઉર્ફે જમ્પન્નાએ અંજામ આપ્યો હતો.

જમ્પન્નાના નામે ઓળખાતા નરસિંહ રેડ્ડીની ઉપર સરકાર દ્વારા આશરે એક કરોડ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

નરસિંહ રેડ્ડી ઉર્ફે જમ્પન્નાના આત્મસમર્પણની ઘટનાને એન્ટી નક્સલ ઓપરેશન અંતર્ગત એક મોટી કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નરસિંહ રેડ્ડી ઉર્ફે જમ્પન્નાની પત્ની રંજિતાએ પણ તેની સાથે જ આત્મસમર્પણ કરી દીધું છે. છત્તીસગઢનાદંતેવાડા રેંજના ડીઆઈજી સુંદરરાજન પી.એ જણાવ્યું હતું કે, તેલંગાના પોલીસે જમ્પન્નાની ધરપકડની સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી.

તેમણે જણાવ્યું હતું કે નરસિંહ રેડ્ડી છત્તીસગઢ અને તેલંગાનાના સરહદી વિસ્તારોમાં કેટલીય નક્સલી ઘટનાઓમાં શામેલ રહ્યો છે અને પોલીસને લાંબા સમયથી તેની શોધ ચલાવી રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ છત્તીસગઢ, તેલંગાના સહિતના અનેક રાજ્યો નક્સલી પ્રવૃતિઓથી ત્રસ્ત છે. તેમાય ખાસ કરીને છત્તીસગઢનો દંતેવાડા વિસ્તારને તો નક્સલીઓનો ગઢ માનવામાં આવી રહ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY