Bihar મુઝફફરપુર શેલ્ટર હોમ રેપ કેસમાં નવો વળાંક, ૪૦ લોકોના મોબાઈલ નંબર મળ્યા

0
589
New Twist In Bihar Mujaffarpur Rape Case Reveal 40 People Mobile Number

Biharના મુઝફફરપુર શેલ્ટર હોમ રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં આ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકોર પાસેથી ૪૦ મોબાઈલ નંબરની સૂચી મળી છે. બ્રજેશ ઠાકુર મુઝફફરપુર બાળીકા ગૃહમાં ૩૪ બાળકીઓ સાથે દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી છે. ૪૦ નંબરની આ સૂચીમાં અનેક મંત્રીઓના નંબર છે. જેની સાથે બ્રજેશ ઠાકુરને સતત વાતચીત થતી હતી. ફોન નંબરની આ ચિઠ્ઠી એ સમયે મળી હતી જયારે મુઝફ્ફરપુરની સેન્ટ્રલ જેલમાં પોલીસ અને જીલ્લા વહીવટીતંત્રએ છાપો માર્યો હતો. પોલીસે કહ્યું કે ઠાકુરને એ સ્થળે જોવામાં આવ્યો હતો.જ્યા કેદીઓને લોકો મળવા આવે છે. ત્યાંથી તેમને બ્રજેશ ઠાકુરના હાથમાંથી બે ચિઠ્ઠી મળી હતી .જેમાં ૪૦ ફોન નંબર હતા. બ્રજેશ ઠાકુરની બે જુનના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે મીઠનપુર પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય કુમાર રાયે જણાવ્યું કે ફોન નંબરોની ઓળખ કરવામાં આવી રહી છે. જો કે તેમણે લોકોના નામ બતાવવાનો ઇનકાર કર્યો છે. સુત્રોએ જણાવ્યું કે આ નંબરોની મદદથી રેપ કેસની તપાસમાં મદદ મળશે. આ ઉપરાંત સીબીઆઈએ શનિવારે બ્રજેશ કુમારના પુત્ર રાહુલ આનંદની પણ ચાર કલાક સુધી પૂછતાછ કરી હતી. સીબીઆઈની ટીમે ૧૧ કલાક સુધી બ્રજેશ ઠાકુરની ઘરની તલાશી લીધી હતી. જેની બાદ રાહુલ
આનંદને પૂછતાછ માટે અટકાયત કરી હતી.

રાહુલ આનંદ હિન્દી દૈનિક પ્રાત કમલના પ્રકાશક અને સંપાદક છે. જે આશ્રમ ગૃહની અંદર જ સ્થિત છે. સીબીઆઈના ડીઆઈજી અભય કુમારે સાથે સીબીઆઈની ટીમ તેમના નિવાસ સ્થાને પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે આશ્રયગૃહની બાળકીઓએ આરોપ લગાવ્યો છે આ આશ્રમ ગૃહના કર્મચારીઓએ એક બાળકીને માર મારીને મારી નાંખી હતી. જેની લાશ આશ્રમ શાળાની પાછળના ભાગના દાટી દેવામાં આવી હતી. જે હિસ્સાનું પણ ખોદકામ કરવામાં આવ્યું હતું . જો કે તેમાંથી કશું વાંધાજનક મળ્યું ન હતું. જેના પગલે સીબીઆઈએ જેસીબી મશીન તૈનાત કર્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY