આતંકી ફંડિંગ: સૈયદ સલાહુદ્દીનના દીકરાની NIA એ કરી ધરપકડ

0
418
NIA Arrested the Son of Syed Salahuddin, in Connection with the Terrorist Funding

નવી દિલ્હી: આતંકી ફંડિંગના મામલે તપાસ કરી રહેલ NIA એ હિજબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીનના દીકરા સૈયદ શાહિદ યુસૂફની ધરપકડ કરી છે. એનઆઈએએ આ ધરપકડ યુસૂફની પૂછપરછની પછી કરવામાં આવી છે.

આ ધરપકડ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકોની સાથે વાતચીત માટે પ્રતિનિધિ નિયુક્ત કર્યા પછી એક દિવસ પછી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધરપકડ કરવામાં આવેલ યુસૂફ જમ્મુ-કાશ્મીરના કૃષિ વિભાગમાં કામ કરે છે અને તેનું નામ ૨૦૧૧માં એક આતંકી ફંડિંગના મામલામાં બહાર આવ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કેસમાં એક આરોપી ગુલામ મોહમ્મદ ભટ જે સીરિયામાં છે તેણે સંદિગ્ધ રીતે યુસૂફને પૈસા મોકલ્યા છે તે પણ સલાહુદ્દીનના ઈશારા ઉપર મોકલવામાં આવ્યા હતા.

આ પૈસા વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૧૪ના દરમિયાન મોકલવામાં આવ્યા હતા, જેનો આતંકી ગતિવિધિઓમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY