પુત્રીની એંગેજમેન્ટ પાર્ટીમાં Nita Ambani એ શ્રીદેવીના સોંગ પર કર્યો ડાંસ

0
6473

1. Nita Ambani

સોમવારે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં તેમની પુત્રી ઈશા અંબાણીની સગાઈની પાર્ટી હતી. આ ખાસ અવસર પર બોલિવુડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. શાહરૂખ ખાન, કરણ જોહર, રણબીર કપૂર, આમિર ખાન સિવાય સચિન તેંડુલકર પણ આ પાર્ટીમાં પહોચ્યા હતા.

2. નીતા અંબાણી

સગાઈની પાર્ટીમાં નીતા અંબાણીએ તેમની પુત્રી સાથે ડાંસ પણ કર્યો હતો. જેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીની ફિલ્મ ઈંગ્લીશ-વિન્ગ્લીશ સોંગ પર ડાંસ કર્યો હતો. જે સમયે નીતા અંબાણી ડાંસ કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ મુકેશ અંબાણી ડાંસ ફ્લોર પર ઉભા રહી તેને ચિયર કરી રહ્યા હતા.

3. નીતા અંબાણી

આ સિવાય બીજા એક વિડીયોમાં નીતા અંબાણી તેમની પુત્રી ઈશા સાથે ડાંસ કરતા નજર આવ્યા હતા. તે કેટરીના કેફની ફિલ્મ બાર બાર દેખોના સોંગ નચદે ને સારે પર ડાંસ કરતા નજર આવ્યા હતા. તે દરમિયાન માં-પુત્રીની બોન્ડીંગ જોવા મળી હતી.

4. નીતા અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી આ વર્ષે ડિસેમ્બરમાં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે મેરેજ કરશે. મેરેજ ઇન્ડિયામાં જ થશે. ઈશા અને આનંદ ઘણા લાંબા સમયથી ફ્રેન્ડ છે. બંનેની ફેમિલી એકબીજાને છેલ્લા ચાર દાયકાથી ઓળખે છે. આનંદે ઈશાને મહાબળેશ્વરમાં મંદિરમાં પ્રપોઝ કર્યો હતો. ત્યારબાદ આ કપલે તેમની ફેમિલી સાથે લંચ કર્યો હતો.

5. નીતા અંબાણી

મુકેશ અંબાણીનો પરિવાર રવિવારે ઈશા અંબાણીના થનાર પતિ આનંદ પીરામલ સાથે મુંબઈના ઇસ્કોન મંદિર પહોચ્યા હતા. મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, અનંત અંબાણી, આનંદ પીરામલ એકસાથે દર્શન માટે પહોચ્યા હતા. જો કે, આકાશ અંબાણી અને તેની થનાર પત્ની શ્લોકા મહેતા નજર આવ્યા હતા નહિ.

6. નીતા અંબાણી

જો વાત કરવામાં આવે મુકેશ અંબાણીના ભાવિ જમાઈ વિશે તો આનંદ પીરામલે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. અત્યારે તે પીરામલ એન્ટરપ્રાઈઝના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયા પછી તેણે બે સ્ટાર્ટ અપ્સ શરુ કર્યા હતા. પ્રથમ હેલ્થકેર સ્ટાર્ટઅપ હતું, જેનું નામ પીરામલ ઈ-સ્વાસ્થ્ય હતું. બીજું સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટ હતું, જેનું નામ પીરામલ રીએલટી હતું. હવે બંને પીરામલ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે.

7. નીતા અંબાણી

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એક જ પુત્રી છે અને તે છે ઈશા અંબાણી. ઈશા અને આકાશ ટ્વીન્સ છે. તેમજ અનંત ઈશાનો નાનો ભાઈ છે. ઈશા અંબાણી એક સકસેસફુલ બિઝનેશ વુમેન છે ૧૯૯૧ માં જન્મેલ ઈશા અને તેનો ભાઈ આકાશ ટ્વીન્સ છે.

8. નીતા અંબાણી

ઈશા રિલાયન્સની ટેલીકોમ અને રિટેલ કંપનીઓની ડિરેકટર છે. ઈશાએ તેનો અભ્યાસ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૩ માં યેલ યુનિવર્સીટીમાંથી સાઈકોલોજી અને એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

9. નીતા અંબાણી

ગ્રેજ્યુએશન કર્યા બાદ ઈશાએ અમેરિકાની ગ્લોબલ કન્સલટન્સી ફર્મ મેકીન્સમાં કામ કર્યું હતું. અહીં તે બિઝનેસ એનાલિસ્ટ હતી. ત્યારબાદ તે રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલની ડિરેક્ટર બની હતી. ઈશા વર્ષ ૨૦૦૮ માં તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે ૧૬ વર્ષની ઉંમરમાં તેનું નામ ફોબર્સ ની યાદીમાં સૌથી ધનિક વારિસોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

10. નીતા અંબાણી

ઈશા અંબાણી દેશની સૌથી અમીર અને સક્સેસફુલ બિઝનેસ વુમનમાંથી એક છે. ઈશા ફેમિના મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ પણ કરવા ચૂકી છે. ખબરોની માનીએ તો ફેમિના માટે તે અત્યાર સુધીનું સૌથી મોંઘુ ફોટોશૂટ હતું. વર્ષ ૨૦૧૫ માં ઈશા અંબાણીનું નામ ફોર્બ્સની સૌથી નાની અરબપતિ બિઝનેશ વુમનની યાદીમાં બીજા નંબર પર સામેલ કરવામાં આવ્યું હતું.

11. નીતા અંબાણી

આ સિવાય વર્ષ ૨૦૧૫ માં ઇશાનું નામ એશિયાની ૧૨ સૌથી પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઈશાની પર્સનલ લાઈફ વિશે લોકો ઓછુ જાણે છે. ઈશાને પિયાનો વગાડવાનો વધારે શોખ છે. ત્યાં સુધી કે તેણે પિયાનો વગાડવાની ટ્રેનિંગ લીધી છે.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY