મોદી રાજમાં લોકોનો આક્રોશ વધ્યો, પેટ્રોલ ડિઝલના ભાવમાં આજે ફરી વધારો થયો

0
162
People Angry In Modi Regime Petrol Diesel Price Once Again Increase Today

મોદી રાજમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવવધારો અટકવાનું નામ લેતો નથી. જેના લીધે લોકોમાં હવે મોદી સરકાર વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. ડીઝલની કિંમતમાં પણ ૨૨ પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના નવા ભાવ ૮૧.૨૮ રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૭૩.૩૦ પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે.

જયારે મુંબઇમાં પેટ્રોલની કિંમત ૨૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૪ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંઇબમાં પેટ્રોલનો નવો ભાવ ૮૮.૬૭ રૂ. પ્રતિ લિટર અને ડીઝલ ૭૭.૮૨પ્રતિ લિટર થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનું કારણ રૂપિયાનું સતત ગગડવું છે. આખી દુનિયામાં ક્રૂડની વધતી કિંમતો પણ છે.

વિશ્વમાં ક્રૂડઓઈલની આયાત કરનાર ભારત ત્રીજા નંબરનો દેશ છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ પણ ક્રૂડ ઓઇલની કિંમતોના હિસાબથી વધી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ ઇરાનમાં પરમાણુ પ્રયોગોના પગલે વ્યાપાર પ્રતિબંધ લગાવી રાખ્યા છે. આવી સ્થિતિમાં ઇરાનના ક્રૂડ ઓઇલના નિકાસમાં ઘટાડો થયો છે.જેના લીધે પણ ક્રુડના ભાવોમાં વધારો થઈ રહ્યો છે.

તેમજ ભારતમાં સરકારે ક્રુડમાં ભાવના વઘઘટના પગલે પેટ્રોલ -ડિઝલની કિંમતમાં વધારો ઘટાડો કરવાની નીતિ અપનાવી છે. જો કે આ દરમ્યાન મોદી સરકારે પેટ્રોલ ડીઝલ પર લાદેલી કસ્ટમ ડ્યુટીને પગલે તેની પર વધતા ટેક્સથી તેની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર સમાજના મધ્યમ અને સામાન્ય વર્ગને થઈ રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY