પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો હજુ પણ ચાલુ છે. જેમાં આજે રવિવારે પણ ભાવમાં વધારો થયો છે. તેમજ આ ભાવે રવિવારે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. જેમાં આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લીટરે ૨૮ પૈસા ને ડિઝલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો થયો છે. જેના લીધે દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ ૮૧. ૯૧ પ્રતિ લીટર અને ડિઝલ ૭૩.૭૨ પૈસા પ્રતિ લીટર થયો હતો. જયારે આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૯.૧૯ પૈસા થયો છે.
આ પૂર્વે શનિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો થયો હતો. તેમજ ડિઝલની કિંમતમાં ૨૪ પૈસાનો વધારો થયો છે. જયારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા લીટરે વધ્યો છે. જયારે ડિઝલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો થયો હતો.
દેશના વધી રહેલા પેટ્રોલ ડિઝલના સતત વધી રહેલા ભાવોનું કારણ ડોલર સામે સતત નબળો પડી રહેલો રૂપિયો માનવામાં આવે છે. રૂપિયાનું સતત થઈ રહેલા અવમુલ્યનના લીધે ઓઈલ કંપનીઓએ કિંમતોમાં સતત વધારો કરવો પડી રહ્યો છે. કારણ કે ઓઈલ કંપનીઓએ ક્રુડ ઓઈલના નાણા ડોલરમાં ચુકવવા પડે છે. જેના લીધે તે પોતાના નફાના માર્જીનને બરકરાર રાખવા માટે કિંમતોમાં વધારો કરી રહ્યાં છે.