કુમાર સ્વામી કરતા તેમની પત્ની Radhika Kumaraswamy ગુગલ પર વધુ સર્ચ

0
2033

Karnataka માં જયારથી કુમાર સ્વામી સીએમ બનવાની વાતો વહેતી થઈ છે તેની સાથે જ લોકો ઇન્ટરનેટ પર કુમાર સ્વામીના બદલે તેમની પત્ની વિશે જાણવા લોકો વધુ ઉત્સુક છે. ગુગલ ટ્રેન્ડ મુજબ કુમાર સ્વામીના બદલે તેમની પત્નીની નામ સર્ચમાં વધારે આવે છે. વાસ્તવમાં કુમાર સ્વામીની પત્ની રાધિકા કુમાર સ્વામીની આકર્ષક તસ્વીરો અને કુમાર સ્વામી કરતા અડધી ઉંમરનું હોવાનું ચર્ચામાં છે. ૨૦૦૬માં કુમાર સ્વામીએ આ સુંદર અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.

1. Radhika Kumaraswamy  ગુગલ પર વધુ સર્ચ થાય છે

કર્ણાટકમાં ૩૮ બેઠકો હોવા હતા સીએમ બનનારા કુમાર સ્વામીનું જીવન પણ રોમાંચથી ભરપુર છે. ૧૬ ડિસેમ્બર ૧૯૫૯ના રોજ જન્મેલા કુમાર સ્વામીના જીવનમાં ત્યારે નવો મોડ આવ્યો જયારે વર્ષ ૨૦૦૬માં તેમણે કન્નડ ફિલ્મની પ્રખ્યાત અભિનેત્રી રાધિકાએ તેમના જીવનમાં એન્ટ્રી લીધી. કુમાર સ્વામીએ સૌથી હોટ અભિનેત્રી રાધિકા સાથે લગ્ન કર્યા અને કન્નડ ફિલ્મની એકટર પ્રોડ્યુસર રાધિકા કુમારસ્વામી બની ગઈ.

2. Radhika Kumaraswamy ગુગલ પર વધુ સર્ચ થાય છે

રાધિકા તેમના પતિ કરતા ૨૭ વર્ષ નાની છે. બંનેના આ બીજા લગ્ન છે. કુમાર સ્વામી અને રાધિકાને એક પુત્રી છે. તેની સાથેની એક તસ્વીર તેમણે ઇનસ્ટાગ્રામ પર શેર કરી હતી. કુમાર સ્વામીએ વર્ષ ૧૯૮૬માં અનિતા સાથે લગ્ન કર્યા હતા . તેમજ નવાઈ બાબત એ છે કે તે જ વર્ષે રાધિકાનો જન્મ થયો હતો. રાધિકાનો જન્મ ૧ નવેમ્બર ૧૯૮૬ના રોજ થયો હતો.

3. Radhika Kumaraswamy  ગુગલ પર વધુ સર્ચ થાય છે

વર્ષ ૨૦૦૨ સુધી રાધિકા પતિ રતનકુમાર સાથે હતી. પરંતુ હાર્ટ એટેકમાં તેમનું અવસાન થયું હતું. સમાચાર મુજબ રાધિકા ૧૪ વર્ષની ઉંમરમાં રતન કુમાર સાથે લગ્ન કર્યા હતા. રાધિકા તેના કેરિયર દરમ્યાન ૩૨ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમણે કન્નડ ફિલ્મો સિવાય તમિલ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરે છે.

4. Radhika Kumaraswamy  ગુગલ પર વધુ સર્ચ થાય છે

રાધિકાએ વર્ષ ૨૦૦૨માં કન્નડ ફિલ્મ : નીલા મેધા શમા” થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તે સમયે ૯માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

5. Radhika Kumaraswamy  ગુગલ પર વધુ સર્ચ થાય છે

જો કે હાલમાં સોશિયલ મીડિયા પર તેમના ફોટા વધારે સર્ચ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કુમાર સ્વામી પોતાની પ્રથમ પત્નીથી અલગ નથી થયા તે ચુંટણી પ્રચાર સમયે તેમની સાથે જોવા મળી હતી. મતદાન સમયે પણ તે તેમની સાથે જ હતી.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY