Rajasthan માં આંધી તોફાને મચાવી તબાહી, ૨૩નાં મોત, ૧૦૦ ઘાયલ

0
535
Rajasthan Strong Stroam 23 People Died 100 Injured

રાજસ્થાનમાં કુદરતી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. જેમાં બુધવારે મોડી સાંજથી શરૂ થયેલા આંધી તોફાનમાં ૨૩ લોકોના મૃત્યુ થયા છે જયારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં સૌથી વધુ નુકશાન ભરતપુર,ધોલ, અલવર અને ઝુન્ઝુનુંમાં થયું છે. જેમાં એકલા ભરતપુરમાં આંધી તોફાનના નવ લોકોનાં મોત થયા છે.
rajsthan 01

રાજસ્થાનના સાંજે ૬ વાગે આવેલા તોફાનની ગતિ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક હતી. જો કે આ આંધી તોફાનના પગલે પરિવહનને પણ ખાસ્સી એવી અસર પહોંચી છે. જેમાં લોકો રોડ પણ ફસાયા હતા. તેમજ અનેક સ્થળો પણ વૃક્ષો પણ ધરાશાયો થયા હતા.આ ઉપરાંત અનેક સ્થળો પર વીજળી તાર તુટવાથી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જયારે તોફાન થોડું શાંત થયુ ત્યારે રોડ પર વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા હતા. જેના પગલે આજે અનેક સ્થળો પર સ્કુલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
rajsthan 03

રાજસ્થાન આવેલા ભારે આંધી તોફાનના પગલે અનેક સ્થળો પર વરસાદ પણ પડ્યો હતો. તેમજ તેની અસર છેક પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તેની અસર જોવા મળી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહીના પગલે દિલ્હી એરપોર્ટ પર આવતી ૧૫ જેટલી ફલાઈટના રૂટ પણ બદલવામાં આવ્યા છે.
rajasthan 04

જો કે આ આંધી તોફાનથી થયેલા નુકશાન અને મોતના પગલે કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોતે પોતાના જન્મદિનની ઉજવણીની પાર્ટી રદ કરી દીધી છે. ગહેલોતે ટ્વીટ કરીને મૃતકોના પરિજનો અને ઘાયલ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY