રામ મંદિર- બાબરી મસ્જીદ વિવાદ અંગે આજથી સુપ્રિમ કોર્ટમાં સુનવણી

0
73
Ram Mandir Babri Masjid Contravorsey Supreme Court Start Hearing From Today

દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી પડતર એવા રામ મંદિર બાબરી મસ્જીદ વિવાદની સુનવણી આજથી સુપ્રિમ કોર્ટમાં શરુ કરવામાં આવશે. જેની માટે સુપ્રિમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર -બાબરી મસ્જીદ વિવાદના કેસોની સુનવણી માટે ૫ જજોની ખંડપીઠની રચના કરી છે. આ બેંચમાં ચીફ જસ્ટીસ રંજન ગોગાઈ, એસ.એ. બેડે, એન.વી.રમન્ના, યુયુ લલિત અને ડીવાઈ ચંદ્રચુડ સામેલ છે.ચીફ જસ્ટીસ ગોગાઈએ કહ્યું હતું કે અયોધ્યા કેસમાં ૫ જજોની બંધારણીય બેંચ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ જમીન વિવાદને લઈને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ પર ૪ જાન્યુઆરીના રોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટીસ રંજન ગોગાઈ અને જસ્ટીસ કિશન કૌલની બેન્ચે આ કેસની સુનવણી ૧૦ જાન્યુઆરીએ પાંચ જજોની બેંચ કરશે તેમ જણાવ્યું હતું.

સુપ્રિમ કોર્ટ હાલ અયોધ્યા વિવાદમાં ઇલહાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં આપેલા ચુકાદાના વિરોધમાં દાખલ કરાયેલી ૧૩ અરજીઓની સુનવણી કરી રહી છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં અયોધ્યામાં ૨. ૭૭ એકરના વિવાદિત જમીનને ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામ લલ્લા વચ્ચે વહેંચવાનો આદેશ કર્યો હતો.

જ્યારે ગત વર્ષે નવેમ્બર માસમાં સુપ્રિમ કોર્ટે રામ મંદિર મુદ્દે અરજીઓની ઝડપી સુનવણીથી ઇનકાર કર્યો હતો. તેમજ ચીફ જસ્ટીસ રંજન ગોગાઈ અને જસ્ટીસ કિશન કૌલએ કહ્યું હતું આ અરજીની સુનવણી માટે જાન્યુઆરી માસમાં ઉચિત બેચને સોંપવામાં આવશે.

આ કેસમાં સપ્ટેમ્બર માસમાં તત્કાલીન ચીફ જસ્ટીસ દિપક મિશ્રા , જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ અબ્દુલ નજીરે ૨-૧ની બહુમતીથી નિર્ણય કર્યો હતો કે વર્ષ ૧૯૯૪ની બંધારણ બેંચના ચુકાદા પર પુનવિચારની જરૂર નથી. તેમજ મસ્જીદમાં નમાઝ પઢવી એ ઇસ્લામનો અભિન્ન અંગ નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY