સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમા અમિત શાહ અને પોલીસ અધિકારીઓ પર લાગ્યો નવો આરોપ

0
1568
Bjp Presidnet Amit Shah And Police Officer Get Benefited In Soharabuddin Encounter Case Allage Former Cbi Officer

ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમની સાથે જોડાયેલા ચાર પોલીસ અધિકારીઓને રાજકીય અને આર્થિક લાભ થયો છે. આ નિવેદન આ કેસની તપાસ કરી રહેલા પૂર્વ અધિકારી અભિતાભ ઠાકુરે અદાલતમાં આપ્યું છે.

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમા મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતમાં આ કેસની સુનવણી ચાલી રહી છે. અભિતાભ ઠાકુરે અદાલતમાં જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમા ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ગુજરાત પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણજારા, દિનેશ એમએન. રાજકુમાર પાંડિયન અને અભય ચુડાસમાને રાજકીય અને આર્થિક લાભ થયો છે.

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ બાદ પોપ્યુલર બિલ્ડરના માલિક ભાઈઓ કથિત રીતે અમિત શાહને ત્રણ વારમાં ૭૦ લાખ રૂપિયા પહોંચાડયા હતા. વર્ષ ૨૦૧૦ની ચાર્જશીટ મુજબ અમિત શાહે આ ભાઈઓ પાસે કુલ ૯૦ લાખ રૂપિયાની માંગ કરી હતી. જયારે પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારાને ૬૬૦ લાખ રૂપિયા આર્થિક મદદ આપવાનો પણ આરોપ છે. આ ઉપરાંત આ કેસમાં સામેલ અન્ય અધિકારીઓને ફાયદો થવાની વાત કહેવામાં આવી નથી. તેમજ આ આરોપોને સાબિત કરવા માટે અભિતાભ ઠાકુર પાસે કોઈ પુરાવા પણ નથી.

જે પાંચ અધિકારીઓને આ કેસમાં ફાયદો પહોંચાડવાનો આરોપ મુક્યો છે તેમને વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૭ દરમ્યાન ટ્રાયલ કોર્ટે છોડી મુકયા છે.

આ પૂર્વે સોમવારે સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને કોર્ટમાં પોતાની જુબાની આપી હતી અને કહ્યું હતું કે આ એન્કાઉન્ટર નકલી હતું. તેમજ અદાલતમાં ફરી ગયેલા સાક્ષીઓના પુનઃ નિવેદન લઈને કેસ આગળ ચલાવવો જોઈએ તેવી માંગ પણ કરી હતી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY