ડોલર સામે રૂપિયો સતત નબળો પડ્યો, ૭૩.૭૮ ના સ્તરે પહોંચ્યો

0
573
Rupees Continious Weeken Against Dollar Rupees Touch 73.78 Level

ડોલર સામે રૂપિયો ગુરુવારે ફરી એક વાર ઘટાડા સાથે આગળ વધ્યો હતો. જેમાં ડોલરના મુકાબલે રૂપિયો ૨૬ પૈસા તૂટીને ૭૩.૬૦ ના સ્તરે ખુલ્યો હતો.જયારે થોડી જ વાર રૂપિયામાં વધુ ઘટાડો થતા તે ૭૩.૭૮ ના સ્તરે પહોંચ્યો હતો.

આ પૂર્વે બુધવારે પણ ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડાનો દોર સતત ચાલી રહ્યો હતો. જેમાં ડોલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. ડોલર સામે રૂપિયામાં ૪૨ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાની સાથે એક ડોલર સામે રૂપિયાની કિંમત ૭૩.૩૩ થઈ હતી. આ રૂપિયાનું સૌથી નીચલું સ્તર હતું.

આ પૂર્વે સોમવારે રૂપિયો ૪૩ પૈસા તૂટીને ૭૨.૯૧ના સ્તરે બંધ થયો હતો. આ વર્ષે ડોલરના મુકાબલે રૂપિયો ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ક્રુડની વધતી કિંમત, કૈડ વધવાની આશંકા, ડોલરમાં મજબુતી અને સ્થાનિક નિકાસમાં ઘટાડો અને રાજકીય અસ્થિરતા જેવા ફેક્ટરના લીધે રૂપિયા પર વધતા સતત દબાણ બન્યો છે. તેમજ આગામી દિવસમાં રૂપિયામાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે.

ડોલર સામે રૂપિયો નબળા પડવાના કારણો જોઈએ તો દુનિયામા લેવડ-દેવડ માટે સામાન્ય રીતે ડોલરની જરૂરિયાત હોય છે જેના લીધે ડોલરની માંગ વધવાની અને પુરવઠો ઓછો થતા સ્થાનિક કરન્સી નબળી પડે છે. હાલમાં ક્રુડ ઓઈલમાં ભાવમાં વધારો થયો છે. જેના લીધે ડોલરની માંગ વધી છે. તેમજ વિદેશી રોકાણકારોએ રોકાણ ઘટાડતા દેશના ડોલરનો આઉટફલો ઘટયો છે. જેના લીધે ડોલરનો પુરવઠો પણ ઘટયો છે.

અમેરિકી અર્થવ્યવસ્થામાં સતત મજબુતીના સંકેત આપવામાં આવી રહ્યા છે. તેમજ અમેરિકી અર્થવ્યવસ્થામાં મજબુતી આવતા વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પરત કાઢી રહ્યાં છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY