Aadhar મામલે SC એ મમતાને આપ્યો ઠપકો, કેન્દ્ર અને મોબાઈલ કંપનીઓને નોટિસ

0
1722
SC to Reprimand Mamata Banerjee, Issues Notice Center and Mobile Companies in Favor of Aadhar card

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા મોબાઈલ નંબરને Aadhar કાર્ડની સાથે લિંક કરવાના વિરુદ્ધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ દાખલ કરાયેલી અરજી અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ(SC)એ કેન્દ્ર સરકાર અને મોબાઈલ કંપનીઓને નોટિસ ફટકારીને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ ઠપકો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિરુદ્ધ જઈ શકે નહીં. આ માટે તેઓ એક વ્યક્તિગત રીતે આ અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર દ્વારા મોબાઈલ નંબરની સાથે Aadhar કાર્ડ નંબર જોડવો ફરજિયાત કર્યા પછી કહ્યું હતું કે, તે પોતાના આધાર નંબરને લિંક નહીં કરાવે ભલે તેમનું કનેક્શન બંધ થઈ જાય. આ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી.

સામાજિક કલ્યાણ યોજનાઓ ઉપર પણ સુનાવણી

સુપ્રીમ કોર્ટ આની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા સામાજિક કલ્યાણ યોજનાઓની સાથે પણ આધાર લિંક કરવાની તારીખ પર ઉપર સુનાવણી કરવામાં આવી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની સામે આધાર લિંક કરવાની તારીખ ૩૧ માર્ચ સુધી લંબાવવાની વાત કરી શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY