Shimla માં ભારે વરસાદ, રોડ પર છવાઈ બરફની સફેદ ચાદર

0
439
Shimla Heavy Rain Hail Strom On Road

દેશમાં બદલાતા હવામાનના પગલે આજે બપોરે હિમાચલમાં ભારે વરસાદ અને ઓલાવૃષ્ટિ થઈ હતી. જેના લીધે વાતાવરણ અચાનક ઠંડક પ્રસરી હતી. જેના તાપમાનના સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે હિમાચલમાં આગામી ૨૪ કલાક સુધી હજુ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. Shimla માં પણ ભારે વરસાદ પડ્યો છે અને રોડ પર બરફની સફેદ ચાદર પથરાઈ છે.
SHIMLA 01

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી હજુ પણ વરસાદ અને બરફ પડવાની સંભાવના છે. જેમાં ઓલાવૃષ્ટિ અને આંધી તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે. જેના લીધે લોકો હવે ઘરમાં રહેવા માટે મજબુર છે. આ ઉપરાંત ખેતરમાં અંદાજે બે થી ચાર ઇંચ બરફ પણ જામ્યો છે.
SHIMLA O2

આ ઉપરાંત ઘાટીમાં વીજ પુરવઠો પણ વારંવાર ખોરવાય રહ્યો છે. જો કે ખેડૂતો આને એક વરદાન તરીકે જોઈ રહ્યાં છે.
SHIMLA 03

ઉલ્લેખનીય છે કે, India માં ૧૩ રાજ્યમાં ફરીથી આંધી- તોફાનની હવામાન વિભાગની આશંકા વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર ભારતમાં આંધી તોફાન અને ભારે વરસાદની આશંકાને લઈને એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે. દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એલર્ટ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી અને પૂર્વોત્તર રાજયમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં આંધી તોફાન સાથે ઓલા પડવાની પણ સંભાવના છે. જયારે પંજાબ, હિમાચલ માં તેજ હવા અને વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર પંજાબમાં આગામી ૪૮ કલાક થી ૭૨ કલાક સુધી હળવાથી ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે.

પશ્ચિમી રાજસ્થાનમાં ધૂળભરી આંધીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હરિયાણામાં આંધી તોફાનની આશંકાને જોતા સરકારે બે દિવસ માટે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. જો કે ગત સપ્તાહે આવેલા આંધી તોફાનમાં લગભગ ૧૨૪ લોકોના મોત થયા હતા. જેમાં યુપી અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકશાન થયું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY