Student ને અમેરિકાથી મળી મમતા બેનરજીની હત્યાની ઓફર

0
915
Student Got An Offered to Kill CM Mamta Banerjee from America

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહરમપુરના ૧૯ વર્ષીય પોલિટેકનિકના વિદ્યાર્થી (Student)ને રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનરજીની હત્યા કરવા માટે એક લાખ ડોલર (આશરે ૬૫ લાખ રૂપિયા)ની ઓફર મળી છે. આ ઓફર તેને વોટ્સએપના માધ્યમથી આપવામાં આવી છે.

આ ૧૯ વર્ષીય પોલિટેકનિકના (Student)ને વોટ્સએપ દ્વારા જે મેસેજ મળ્યો છે, તે મેસેજ મોકલનારનો નંબર અમેરિકાના ફ્લોરિડાનો હોવાનું કહેવાય રહ્યું છે. આ સનસનાટી મચાવી દેનારા મામલાનો પર્દાફાશ થયા પછી પોલીસની સાથોસાથ સીઆઈડીએ પણ તપાસ શરૂ કરી દીધી છે. જયારે આ ઘટનાના પગલે રાજકીય અને વહીવટી આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે.

બહરમપુરના આ વિદ્યાર્થીનું કહેવું છે કે સોમવારે બપોરે એક વાગે તેના વોટ્સએપ ઉપર મેસેજ મળવાનું શરૂ થયું હતું. મેસેજ મોકલનારે પોતાને લેટિન હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે એક આતંકી સંગઠનની માટે કામ કરે છે અને તેને ભારતમાં એક સાથીદારની તલાશ છે.

બંને વચ્ચે વોટ્સએપ ઉપર થયેલી વાતચીતને વાંચતા જાણવા મળ્યું છે કે આ અજ્ઞાત વ્યક્તિએ કહ્યું છે કે, આ કામમાં મદદ કરવા માટે તને એક લાખ ડોલર આપવામાં આવશે. તું સંપૂર્ણ રીતે સુરક્ષિત રહીશ. શું ટુ તૈયાર છો? આ અંગે વિદ્યાર્થીએ તેને કહ્યું કે થોડો ઇન્તજાર કરો.

વિદ્યાર્થીના આ મેસેજ અંગે તેણે કહ્યું કે, ઓકે જલ્દી કરો નહીં તો અમે કોઈ બીજાને પસંદ કરી લેશું. એક લાખ ડોલર હાથમાંથી જવા ન દેતો. આ પછી વિદ્યાર્થીએ આશરે ૪૦ મિનીટ પછી પોતાનો જવાબ મોકલ્યો અને કહ્યું કે તે આ સાજિશમાં શામેલ નહીં થાય.

જયારે વિદ્યાર્થીએ તેણે આતંકી કહ્યું તો તેણે કહ્યું કે, તેની પાસે પશ્ચિમ બંગાળના સીએમને મારવાનો કોન્ટ્રાક્ટ છે. વિદ્યાર્થીએ કહ્યું કે, તેણે આ મામલા અંગે પોલીસને જાણ કરવાનો નિર્ણય કર્યો છે.

તે સમયે તે (વિદ્યાર્થી) ડરી ગયો કે જયારે પોલીસ મથક જતા સમયે તેને સાંજે મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું કે પોલીસ મથક પાસે તારું લોકેશન મળ્યું છે. શું તું પોલીસ મથક જઈ રહ્યો છે? અમે તારી ઉપર નજર રાખી રહ્યા છીએ, આ માટે અમને મૂર્ખ ન બનાવ અન્યથા તારી હત્યા કરી દેવામાં આવશે.

આ મેસેજ પછી પોલીસે તેને પોતાનો ફોન બંધ રાખવાની સૂચના આપી હ્ચે. પશ્ચિમ બંગાળ સીઆઈડીના અધિકારીઓનું કહેવું છે કે, જે નંબર ઉપરથી આ મેસેજ કરવામાં આવ્યો છે તેના અંગે જાણકારી મેળવવામાં સીઆઈડી મંડાઈ ગઈ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY