કાવેરી કેસમાં Supreme Court એ કેન્દ્રની સ્કીમને આપી મંજૂરી

0
533
Supreme Court

કેન્દ્ર સરકારે બુધવારે Supreme Court માં કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં કાવેરી નદીના જળની વહેંચણી માટે કાવેરી પ્રબંધન યોજનાનો પ્લાન રજુ કર્યો હતો. જેને આજે મંજુરી મળી ગઈ છે. કોર્ટે કાવેરી મામલામાં કેન્દ્નની સ્કીમ મંજુર કરી લીધી છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય વાય ચંદ્રચુડની બેચે આજે આ સ્કીમ પર વિચાર કરીને આને મંજૂરી આપી છે.

જણાવી દઈએ કે, પહેલા અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને જાણકારી આપી હતી કે કર્ણાટક ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળ સહયોગીના વ્યસ્ત રહેવાના કારણે યોજનાના પ્લાનને મંજુરી આપવા માટે મંત્રીમંડળની બેઠક નથી થઇ શકી. આ પર સુપ્રિમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવતા કહ્યું હતું કે, આ પૂરી રીતે તેના નિર્ણયની અવગણના છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY