રાફેલ ડીલ પર સુનવણી પૂર્ણ, સુપ્રિમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો

0
1050
Supreme Court Completed Rafale Deal Hearing reserved verdict on a bunch of petitions

રાફેલ ડીલ કેસમાં સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી આજે પૂર્ણ થઈ છે. જો કે સુપ્રિમ કોર્ટે આ કેસની તમામ દલીલો સાંભળી લીધા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. અદાલતમાં અરજીકર્તા અને સરકાર તરફથી દલીલો રજુ કરવામાં આવી હતી. વાસ્તવમાં આ સુનવણી સીલબંધ કવરને લઈને થઈ જે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં જમા કરાવ્યા હતા. જેમાં ૩૬ રાફેલ વિમાનની કિંમત અંગે જાણકારી આપવામાં આવી છે. આ અંગે દલીલ કરતા પ્રશાંત ભૂષણે કહ્યું કે રાફેલની કિંમત અંગે સરકાર સંસદમા ખુલાસો કર્યો ન હતો. તેમજ આ ખોટો તર્ક છે કે તે મુલ્ય નિર્ધારણનો ખુલાસો કરી શકે તેમ નથી.

આ કેસની સુનવણી દરમ્યાન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઈ અને ન્યાયમૂર્તિ કે.એમ. જોસેફની પીઠે સુનવણી દરમ્યાન કહ્યું કે આ સમગ્ર મામલામાં તે ભારતીય વાયુ સેનાની પક્ષ સાંભળવા માંગે છે. તેમજ કોર્ટે પૂછ્યુ કે જે નવા વિમાનો આવશે તે જુના વિમાનો જેવા જ હશે. તેના જવાબમાં સરકારે કહ્યું ને નવા વિમાનો ઘણુ બધુ નવુ હશે. નવા વિમાનમાં છે તે લોકોને જણાવવામાં આવ્યું છે. તે અંગે સરકારે કહ્યું હતું કે નથી જણાવ્યું. જો કે આ અરજીકર્તાઓએ સુપ્રિમ કોર્ટની અધ્યક્ષતાના રાફેલ ડીલની તપાસની માંગ કરી હતી.

જો કે આ પૂર્વે ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે સરકારે સુપ્રિમ કોર્ટમાં એફીડેવીટમાં સ્વીકાર્યું છે કે પીએમ મોદીએ વાયુસેનાને પૂછ્યા વિના આ સૌદો કર્યો છે. સરકારે એફીડેવીટમાં સ્વીકાર્યું છે કે વાયુસેનાને પૂછ્યા વિના બદલ્યો છે કોન્ટ્રાક્ટ અને ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અંબાણીના ગજવામાં નાંખ્યા તેમજ તેમણે કટાક્ષ કર્યો કે પિક્ચર હજુ બાકી છે દોસ્ત

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY