કલમ ૩૫-એ અંગે Supreme Court માં સુનાવણી ૮ સપ્તાહ સુધી ટળી

0
736
Supreme Court Hearing on Section 35-A Deferred for 8 Weeks

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૫-એ ને લઈને Supreme Court માં આજે સોમવારે થનારી સુનાવણી આગામી આઠ સપ્તાહ માટે ટળી ગઈ છે. આ મામલા ઉપર એટોર્ની જનરલ છ મહિના સુધી ટાળવાની અપીલ કરી હતી. જો કે અદાલતે તેમની અપીલ ઉપર ધ્યાન આપીને છ મહિનાના સ્થાને ફક્ત આઠ સપ્તાહની માટે સુનાવણી મુલતવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે સમગ્ર દેશની નજર મંડાયેલી હતી. સુનાવણી શરૂ તે પહેવળ અલગાવવાદીઓએ ધમકી આપી હતી. તેઓનું કહેવું હતું કે જો ન્યાયાલયનો નિર્ણય આ ધારા (કલમ)ને કોઈ પણ રીતે પ્રભાવિત કરશે તો તે જનાંદોલન શરૂ કરી દેશે. આ ધારાની સાથે છેડછાડ કાશ્મીરમાં પણ ફિલિસ્તીન જેવી સ્થિતિ ઉભી કરી દેશે.

ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફ્રેન્સના કટ્ટરપંથી જૂથના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની, ઉદારવાદી હુર્રિયત પ્રમુખ મીરવાઈઝ મૌલવી ઉમર ફારુક અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચેરમેન મુહમ્મદ યાસીન મલિકે અન્ય અલગાવવાદી સંગઠનોની સાથે વિચાર વિમર્શ કર્યા પછી એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સુનિયોજિત સાજિસ અંતર્ગત જ ધારા (કલમ)૩૫એ ની વિરુદ્ધ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

અલગાવવાદી જૂથે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આઝાદીના તંત્રને મીટાવવા ને રાજ્યમાં મુસ્લિમોને અલ્પસંખ્યક બનાવવાની સાજિસના અંતર્ગત જ ધારા (કલમ) ૩૫-એ ને અદાલતમાં પડકારવામાં આવી છે. પરંતુ અમે જમ્મુ-કશ્મીરના જનસમુદાયના ચિત્રને બદલવાની, આઝાદીના તંત્રને નુકશાન પહોંચાડવાની ઈજાજત આપીશું નહીં.

હુર્રિયત નેતાઓએ કહ્યું કે, તેઓ આ મુદ્દા ઉપર કાશ્મીરના વિભિન્ન સામાજિક સંગઠનોના ઉપરાંત ધાર્મિક નેતાઓના સંપર્કમાં છે, જેથી જમ્મુ કાશ્મીરના મુસ્લિમોની વિરુદ્ધની સાજિશોને નાકામ બનાવવાની એક રણનીતિ નક્કી કરી શકાય. આ સાથે હુર્રિયતે લોકોને કહ્યું કે જો સોમવારે ધારા (કલમ) ૩૫-એ ની વિરુદ્ધ અદાલતનો નિર્ણય આવશે તો તેઓ મોટું જનાંદોલન શરૂ કરશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY