હવામાન વિભાગની ચેતવણી : ઉત્તર ભારતમાં ૭૨ કલાકમાં થશે ફરીથી આંધી-વરસાદ

0
1480
india-rainstorm

રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે મોડી રાત્રે ધૂળ ભરેલી આંધી આવ્યા બાદ ભારતીય હવામાન વિભાગે આજે આગલા ૭૨ કલાકમાં દિલ્હી સહીત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ફરીથી આંધીની સાથે તોફાન આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કહેવાઈ રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં 50 થી 70 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવા અને ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના અલગ અલગ ભાગોમાં કાલે પણ આંધી અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

પોલીસે જણાવ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલી આંધીમાં ૧૮ વર્ષીય યુવકનું મોત થઇ ગયું છે. અને ૧૩ લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા છે. કાલે મોડી રાત્રે ૩ વાગે શરુ થયેલી ધૂળ ભરેલી આંધી દરમિયાન પોલીસ નિયંત્રણ કક્ષને ૭૮ ફોન કોલ આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પીસીઆરને ઝાડ પડવાના કોલ આવ્યા છે. આ સિવાય આંધીમાં કારના ક્ષતિગ્રસ્ત થવાના ચાર ફોન અને વાહનોને ક્ષતિ પહોંચવાના ૧૪ ફોન આવ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY