વાંચો…આજે આકાશમાં જોવા મળશે Lunar eclipse સહિત બે મહત્વની ખગોળીય ઘટના

0
1070
Two Astronomical event Take Place Today In Sky Include Lunar eclipse

દુનિયાભરમાં રાત્રે આકાશ માં બે મહત્વની ખગોળીય ઘટના જોવા મળશે. આ બે દુર્લભ ઘટનામાં એક તો દુનિયાભરના લોકોને સદીનું સૌથી લાંબુ Lunar eclipse જોવા મળશે અને બીજી ઘટના ચંદ્રગ્રહણ પૂર્વે મંગળ ગ્રહ આજે રોજ કરતા વધારે ચમકદાર જોવા મળશે.જેમાં ભારતમાં ૨૭ જુલાઈ રાત્રે ૧૦.૩૭ વાગે ચંદ્રગ્રહણની શરૂઆત થશે. તેની પાંચ મિનીટ પૂર્વે મંગળ ગ્રહ સામાન્યથી વધારે અધિક ચમકદાર અને મોટો જોવા મળશે. આ દરમ્યાન મંગળ ગ્રહ એવી સ્થિતિમાં હશે જેને ખગોળ વિજ્ઞાનમાં ઓપોઝીશન કહે છે.

વિમુખતાની આ સ્થિતિ ત્યારે કહેવામાં આવે છે જયારે મંગળ ગ્રહ પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા પૃથ્વીની એકદમ નજીક આવે છે. આ દરમ્યાન સૂર્ય, પૃથ્વી અને મંગળ લગભગ સીધી રેખામાં હોય છે. પૃથ્વી અને મંગળ બંને એક સ્થિતિમાં સૂર્યની એક તરફ હોય છે. તેવા સમયે મંગળ જેને લાલ ગ્રહ કહેવામાં આવે તે વધારે મોટો અને ચમકદાર દેખાય છે.આ આકાશીય ઘટના ખગોળ વિજ્ઞાન માટે અદ્ભુત અવસર પણ હશે. આ દરમ્યાન ટેલીસ્કોપના માધ્યમથી મંગળ ગ્રહ વિષે જાણવા મળશે. જો કે નરી આંખે મંગળગ્રહને જોવો અઘરો છે. આ ચંદ્રગ્રહણ દરમ્યાન મંગળ ગ્રહ ચંદ્રથી ૬ ડીગ્રીએ જોઈ શકાશે.

જો કે સોશિયલ મીડિયા પર એવી વાત પણ ફેલાવવામાં આવી રહી છે કે આ દિવસે મંગળ ગ્રહ ચંદ્ર જેટલો મોટો દેખાશે. જો કે આ સમગ્ર બાબત કોઈ સચ્ચાઈ નથી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY