રાજસ્થાનમાં ભાજપ રાજમા બેરોજગારી વધી, યુવા પેઢી નિરાશ : હાર્દિક પટેલ

0
662
Unemployment Increase And Youth Disappointed In Bjp Regime In Rajasthan Allage Hardik Patel

રાજસ્થાનમા ૭ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ આખરી તબક્કામાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હાલ રેલીઓ અને રોડ શોની મદદથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમ્યાન ગુજરાતમાં પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ બે દિવસથી રાજસ્થાનમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.

જેમાં હાર્દિક પટેલે શનિવારે રાજસ્થાનમાં શિક્ષણનું કેન્દ્ર બની ચુકેલા કોટા શહેરમાં કોલેજના વિધાર્થીઓને શિક્ષણ એ બેરોજગારી મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે દેશમા શિક્ષણ વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે. તેમજ રોજગારી અંગે સરકાર દ્વારા આપવામાં આવતા આંકડાઓ વચ્ચે જમીન આસમાનનું અંતર હોય છે. ત્યારે સાચી વાત તો એ છે કે રાજ્યમાં બેરોજગારી વધી છે અને યુવા પેઢી નિરાશ છે. જો તેમજ આ નિરાશા ગુસ્સામાં તબદીલ થઈ તો દેશમાં ક્રાંતિનો આગાજ થઈ જશે.

આ ઉપરાંત હાર્દિક પટેલે રાજસ્થાનના ઉદેપુરમાં પણ શુક્રવારે સરાડા-સલુમંબરમા કિસાન પંચાયતને સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતા ઘઉ સસ્તા અને લોટ મોંધો, અનાજ સસ્તુ અને ચોખા મોંધા, બટાકા સસ્તા અને ચિપ્સ મોંધી. તેમજ દેશમાં વચેટીયાઓની ગુંડાગર્દી છે.સરકાર આવા વચેટીયાઓ સામે નતમસ્તક થઈને બેઠી છે.જ્યાં સુધી ખરીદ વેચાણની સંપૂર્ણ પ્રકિયા સરકાર હસ્તક નહીં આવે ત્યાં સુધી આમ જ ચાલશે.તેમજ ખેડૂતોને ન્યાય પણ નહીં મળી શકે અને મોંધવારી પણ કન્ટ્રોલ નહીં કરી શકાય.

રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડી- ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમજ આ ચુંટણી માટેની પ્રચાર ઝુંબેશ ૫ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગે પૂર્ણ થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY