પૃથ્વી પર હતું ગર્ભધારણ કરી શકતું ડાયનાસોરથી પણ વિશાળકાય જાનવર !

0
16577

Dinosaur નો  કદ અને આકાર  જોઈને કોઈને પણ  બીક લાગે તે સ્વાભાવિક છે.  આટલી વિશાળકાય પ્રજાતિની કલ્પના પણ ડર ઉભો કરે તેમ છે. તેવા સમયે એમ કહેવામાં આવે કે આ જ પૃથ્વી પર ડાયનાસોરથી પણ વિશાળ કદ ધરાવતા જાનવરો પણ અસ્તિત્વ ધરાવતા હતા તો એ બાબત તમારા હોશ ઉડાવી દેશે. પરંતુ આ બાબત સાચી છે. હાલમાં જ ચીનના સાયન્ટીસોએ એક નવા સરીસૃપ પ્રજાતિના જાનવર અંગે માહિતી એકત્ર કરી છે જે ઊંડા પાણીમાં જ રહેતા હતા. આ જાનવર આર્કોસારોમાર્ક્સ પ્રજાતિના હતા. તે ડાયનાસોર પ્રજાતિના જ હતા.

આર્કોસારોમાર્ક્સ પ્રજાતિ ના માદા જીવાઅશમીને દક્ષિણ ચીનના શોધવામાં આવ્યા છે જે પ્રેગનન્ટ હતી. સંશોધનકર્તાના જણાવ્યા અનુસાર આ ડાયનાસોરથી પણ જુનું જાનવર છે. તે અંદાજે ૨૪.૫ કરોડ વર્ષ પૂર્વે પૃથ્વી પર આવ્યું હતું. સંભવત આર્કોસારોમાર્ક્સ પ્રજાતિ પૃથ્વી પરનું પ્રથમ જાનવર હતું. જેને ડાઈનોસેફાલોસોરસ નામ આપવામાં આવ્યું છે. આ જાનવર દક્ષિણ ચીનના સમુદ્રમાં રહેતું હતું. તેની ગરદન એકદમ લાંબી હતી અને મોં નાનું હતું. આ જાનવર ૬ મીટર લાંબુ તથા તેની ગરદનની ઉંચાઇ તેની કુલ લંબાઈ કરતા અડધી હતી. આ જાનવર માછલીઓ ખાતું હતું.

આ સંશોધનમાં જોડાયેલા બ્રિસ્ટલ યુનીવર્સીટીના જીવાશ્મી સાયનટીસ માઈક બેન્ટનનું કહેવું છે કે ડાઈનોસેફાલોસોરસ ની સાંપ જેવી દેખાતી ગર્દન અને નાનું માથું આશ્ચર્યચકિત કરનારું છે. તેના અભ્યાસમાં આર્કોસારોમાર્ક્સ પ્રજાતિ વિશે કશું નવું જાણવા મળે છે. આ પ્રજાતિના જાનવર ગર્ભધારણ પણ કરી શકતા હતા. જે ચોકાવનારી બાબત છે. ઉલ્લેખનીય છે કે ડાયનાસોર , ઘડીયાળ અને અન્ય પ્રજાતિના સભ્યો ઈંડા આપતા હતા. આ શોધને અત્યાર સુધીની સૌથી દુર્લભ શોધ માનવામાં આવી રહી છે. કારણ કે અત્યાર સુધી કોઈપણ પ્રજાતિના જાનવરના જીવાશ્મીમાં કોઈપણ જાનવર પ્રેગનન્ટ જોવા નથી મળ્યું.

સાયન્ટીસોની આ શોધને નેચર કોમ્યુનીકેશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ શોધના પ્રમુખ લેખક ચીન ની હેફી યુનિવર્સીટી ઓફ ટેકનોલોજીના જીવાશ્મી સાયન્ટીસ જુન લ્યુ કે જણાવ્યું હતું કે જયારે અમે આ જાનવરની ફોસિલને પ્રથમ વાર જોઈ ત્યારે અમે ખાસ્સા એવા ઉત્સાહિત હતા. તેમાં જાણવા મળ્યું છે કે આ જાનવર ગર્ભધારણ કરી શકે છે. તે અંગે હજુ પણ સંશોધન ચાલુ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY