Defense મિનિસ્ટર સીતારમણની અરુણાચલ પ્રદેશની મુલાકાતથી ચીન ભડક્યું

0
7946
China Objects against Defense Minister Nirmala Sitharaman's Arunachal Pradesh Visit

નવી દિલ્હી: દેશના Defense મિનિસ્ટર નિર્મલા સીતારમણના અરુણાચલ પ્રદેશની મુલાકાતને લઈને ચીન ભડકી ઉઠ્યું છે. ચીને કહ્યું છે કે, આ ક્ષેત્રમાં શાંતિ માટે આ બધું ઠીક નથી. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી સીતારમણે રવિવારે અરુણાચલ પ્રદેશની મુખ્ય ચોકીઓની મુલાકાત લીધી હતી.

રક્ષા મંત્રી સીતારમણની આ મુલાકાત પછી ચીની વિદેશ મંત્રાલયે એક નિવેદન જપ્રસિદ્ધ કર્યું હતું કે, આ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે ભારત અને ચીનની સીમાના પૂર્વ ભાગને લઈને વિવાદ છે અને આવામાં રક્ષા મંત્રીની આ મુલાકાત આ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાના પ્રયાસોની માટે અનુકૂળ નથી.

ચીનના વિદેશ મંત્રાલયે એવું પણ કહ્યું હતું કે, આ સીમા વિવાદને ઉકેલવા માટે ભારતીય પક્ષ સહયોગ આપશે.

ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ રવિવારે અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયાં હતાં. આ સમયે તેમની સાથે પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશમાં ત્રણ સૈનિક સ્કૂલોની સ્થાપના માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY