દુનિયાના આ દેશોમાં પણ ધૂમધામથી ઉજવાય છે દિવાળી

0
3055

1. Diwali સેલિબ્રેશન

Diwali નો તહેવાર રોશનીનો તહેવાર છે. આ દિવસે સમગ્ર દેશ રોશનીમાં ઝળહળી ઉઠે છે. લોકો ઘર પર લાઈટ્સ લગાવીને, દિવા સળગાવીને અને મીઠાઈઓ ખાઈને આ પર્વને ઉજવે છે. તમે નહિ જાણતા હોય પરંતુ ફક્ત ભારત જ નહિ World ના ઘણા દેશોમાં દિવાળી ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

2. થાઈલેન્ડ

થાઈલેન્ડમાં પણ બિલકુલ દિવાળી જેવો જ એક તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને અહી સ્થાનિક ભાષામાં લાં ક્રીયોધ કહેવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે થાઈ લોકો રાત્રે કેળાના પત્તાથી બનેલા દીવા અને ધૂપને સળગાવે છે અને પ્રાર્થના પણ કરે છે.

3. લેસ્ટરની દિવાળી, ગ્રેટ બ્રિટન

દુનિયામાં ભારત પછી સૌથી વધુ ધામધુમથી દિવાળીની ઉજવણી ગ્રેટ બ્રિટનના લેસ્ટર શહેરમાં થાય છે. જંગલોથી ઘેરાયેલા આ શહેરમાં દિવાળીની ઉજવણી જોવાલાયક હોય છે. હકીકતમાં આ શહેરમાં હિંદુ, શીખ અને જૈન સમુદાયના ઘણા લોકો રહે છે પરંતુ હવે દરેક ધર્મના લોકો અહી દિવાળી ઉજવે છે. ભારતની જેમ જ અહી સમગ્ર શહેરના લોકો પોતાના ઘરને દીવાથી સજાવે છે અને મીઠાઈઓ વહેંચે છે. અહી પણ લોકો પાર્ક અને સ્ટ્રીટમાં નીકળીને ફટાકડા ફોડે છે અને ખુબ સેલીબ્રેટ કરે છે.

4. જાપાન

જાપાનમાં દિવાળીને મળતો આવતો તહેવાર ઓનીયો ફેયર ફેસ્ટીવલ ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જાન્યુઆરીમાં ઉજવાતો આ તહેવાર ઓનીયો ફેસ્ટીવલ જાપાનનો સૌથી જુનો તહેવાર છે. જાપાનના ફુકુઓકામાં આ તહેવાર સૌથી સારી રીતે ઉજવવામાં આવે છે અને દિવાળીની માફક લોકો મીણબતીઓ અને મશાલોથી સમગ્ર શહેરને રોશનીથી ઝગમગાવી દે છે. આ દરમ્યાન ૬ મશાલ સળગાવવામાં આવે છે જે આપત્તિઓને ખતમ કરવાના પ્રતીકરૂપ છે.

5. સ્કોટલેન્ડ

દરવર્ષે જાન્યુઆરીના અંતમાં મંગળવારે સ્કોટલેન્ડના લેવીર્કમાં દિવાળીના જેવો જ અપ હેલી નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વની કથા પણ દિવાળીને ઘણી બધી રીતે મળતી આવે છે. આ તહેવારમાં લોકો પ્રાચીન સમુદ્રી યોદ્ધાઓ જેવી ડ્રેસ પહેરીને હાથમાં મશાલ લઈને જુલુસ નીકાળે છે. આ દરમ્યાન સમગ્ર શહેરને રોશનીથી સજાવવામાં આવે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY